આ એક્ટ્રેસને કારણે પ્રિયંકા ચોપરાએ છોડી સલમાનની ‘ભારત’ ફિલ્મ?
જોકે હવે જે અહેવાલ મળી રહ્યા છે તે ચોંકાવનારા છે. બોલિવૂડ લાઈફ ડોટ કોમ અનુસાર, કહેવાય છે પ્રિયંકાએ આ ફિલ્મ એટલા માટે ચોડી કારણ કે તેને પોતાના સોલો પોસ્ટર્સ જોઈતા હતા. ઠીક એ જ રીતે જે રીતે સલમાનના હશે. આ ફિલ્મમાં પ્રિયંકા અલગ અલગ લુક્સમાં જોવા મળવાની હતી અને તેની શરત હતી કે તે પોસ્ટર્સમાં કોઈ અન્ય ફીમેલ કો સ્ટાર સાથે જોવા નહીં મળે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરાએ સલમાન ખાન સ્ટારર ભારત ફિલ્મ શા માટે છોડી તેને લઈને અનેક અફવાઓ ચાલી રહી છે. કહેવાય છે કે પ્રિયંકાએ પોતાના લગ્નને કારણે આ ફિલ્મ છોડી છે. આ સાચું પણ હોઈ શકે કારણ કે ભારતના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે જે રીતે ટ્વીટ કર્યું, તેને જોતા એવું જ લાગી રહ્યું છે કે તે ણે લગ્નને કારણે ફિલ્મ છોડી છે.
અહેવાલ અનુસાર, ફરહાન અખ્તર સ્ટારર આ ફિલ્નું શૂટ કર્યા બાદ તે લોસ એન્જીલસ ચાલી જશે, જ્યાં તે ઓક્ટોબરમાં નિક જોનસ સાથે લગ્ન કરી શકે છે.
હવે ભારતમાં તે અન્ય બીજી હિરોઈન દિશા પટની છે, તો સ્પષ્ટ છે કે પ્રિયંકાએ દિશાની સાથે પોસ્ટરમાં રહેવાની ના પાડી દીધી. જોકે આ વાતમાં કેટલું સત્ય છે અને પ્રિયંકાએ ફિલ્મ ક્યા કારણે છોડી તે તો ફિલ્મની ટીમ અને ખુદ પ્રિયંકાને જ ખબર છે. કહેવાય છે કે, પ્રિયંકાએ ભારત છોડ્યા બાદ તરત જ ફરહાન અખ્તરની ફિલ્મ દ સ્કાઈ ઝ પિંક સાઈન કરી લીધી, જેની જાહેરાત યૂટીવીના માલિક સિદ્ધાર્થ રોય કપૂરે ટ્વિટર દ્વારા કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -