✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કાશ્મીર મુદ્દે આફ્રિદીના લવારાનો વિરાટ-સચિન-ગંભીર સહિતના ક્રિકેટરોએ આપ્યો કેવો જડબાતોડ જવાબ, જાણો વિગત?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Apr 2018 10:56 AM (IST)
કાશ્મીર મુદ્દે આફ્રિદીના લવારાનો વિરાટ-સચિન-ગંભીર સહિતના ક્રિકેટરોએ આપ્યો કેવો જડબાતોડ જવાબ, જાણો વિગત?
1

ભારત રત્નથી સન્માનિત દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે આફ્રિદી મુદ્દે પ્રતિક્રિયા આપી છે. સચિને કહ્યું કે, અમારી પાસે દેશ ચલાવવા માટે યોગ્ય લોકો છે. બહારની કોઈ વ્યક્તિ પાસેથી જાણવાની કે અમને એ બતાવવાની જરૂર નથી કે અમારે શું કરવું જોઈએ.

2

ગંભીરે પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે, અમારી કાશ્મીર અને સંયુક્ત રાષ્ટ્ર અંગે કરવામાં આવેલી શાહિદ આફ્રિદીની ટ્વીટ પર રિએક્શન માટે મને મીડિયા તરફથી કૉલ આવ્યો હતો. આમાં શું કહેવા જેવું છે? આફ્રિદી માત્ર UN તરફ જોઈ રહ્યો છે, જેનો મતલબ તેની ડિક્શનરીમાં અન્ડર-19 છે. મીડિયા આને હળવાશથી જ લે. આફ્રિદી નો બોલ પર આઉટ થવાનું સેલિબ્રેશન કરી રહ્યો છે.

3

કોહલી બાદ એક કાર્યક્રમમાં વિશ્વકપ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવે પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘હું દંગ છું કે, આપણે આફ્રિદીની વાતને આટલી હાઈપ આપી રહ્યાં છીએ. તે છે કોણ? આપણે આવા લોકોને વધારે મહત્વ આપવાની જરૂર નથી.’

4

કોહલીએ કહ્યું હતું કે, તે કોઈપણ એવી વ્યક્તિ કે વસ્તુને સપોર્ટ નહીં કરે જે ભારતના હિતોની વિરુદ્ધમાં હોય. વિરાટે કહ્યું કે, ‘એક ભારતીય તરીકે તમે આમ જ કહેશો, જે આપણા દેશના હિતમાં છે તે જ મારા હિતમાં છે. હું દેશના વિરોધમાં કામ કરતા કોઈને સપોર્ટ નહીં કરું.’

5

નવી દિલ્હીઃ હાલમાં જ ભારતીય સેનાએ ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત કાશ્મીરમાં 12 આતંકીઓને ઠાર માર્યા હતા. તેના પર પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રીદીને આતંકી નિર્દોષ દેખાણા અને તેણે આ મામલે ટ્વીટ પણ કર્યું. આફ્રીદીએ પોતાની મર્યાદા બહાર જતા જમ્મૂ-કાશ્મીરમાં સંયુક્ત રાષ્ટ્રને હસ્તક્ષેપ કરવાની માગ પણ પકરી. આફ્રીદી આ ટ્વિટ બદા ભારતીય ક્રિકેટરોએ તનો જડબાતોડ જવાબ આપ્યો. ભારતીય ક્રિકેટરોએ આફ્રીદીને પાકિસ્તાની સેના દ્વારા કાશ્મીરમાં થતાં છદ્મ યુદ્ધ રોકવા માટે કહ્યું.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • કાશ્મીર મુદ્દે આફ્રિદીના લવારાનો વિરાટ-સચિન-ગંભીર સહિતના ક્રિકેટરોએ આપ્યો કેવો જડબાતોડ જવાબ, જાણો વિગત?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.