NZvSL: આ બોલરે માત્ર 15 બોલમાં 4 રન આપીને લીધી 6 વિકેટ, ચાર બેટ્સમેનો તો ખાતું પણ ન ખોલાવી શક્યા, જાણો વિગત
બોલ્ટે રોશન સિલ્વા, નિરોશન ડિકવેલા, દિલરુવાન પરેરા, સુરંગા લકમલ, દુશ્મંતા ચીમારા અને લાહિરુ કુમારાની વિકેટ હાંસલ કરી હતી. જેમાંથી 4 બેટ્સમેનો તો ખાતું પણ ખોલી શક્યા નહોતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટેસ્ટ મેચના બીજા દિવસના પ્રથમ સેશનમાં બોલ્ટે કાતિલ બોલિંગ કરી હતી. માત્ર 20 મિનિટની અંદર જ તેણે સમગ્ર ટીમને પેવેલિયન ભેગી કરી દીધી હતી. બોલ્ટે 15 બોલમાં 4 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. પ્રથમ દિવસના અંતે શ્રીલંકાએ 4 વિકેટના નુકસાન પર 88 રન બનાવ્યા હતા. આ પહેલા કિવી ટીમ 178 રનમાં ઓલઆઉટ થઈ હતી.
ક્રાઇસ્ટચર્ચઃ ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટે શ્રીલંકા સામે રમાઇ રહેલી ટેસ્ટ સીરિઝની બીજી મેચમાં કાતિલ બોલિંગ કરી હતી. તેણે માત્ર 15 બોલમાં જ શ્રીલંકાના 6 ખેલાડીઓને આઉટ કરી દીધા હતા. જેના કારણે શ્રીલંકાની ટીમ પ્રથમ ઈનિંગમાં માત્ર 104 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -