વનડેમાં હાર્યા બાદ T20માં ન્યૂઝીલેન્ડની ટીમે કર્યો મોટો ફેરફાર, બે યુવાઓની સાથે વિલિયમ્સનની વાપસી, જાણો વિગતે
આ બે યુવાઓમાં નાઇટ્સના ઓલરાઉન્ડર ડેરિલ મિશેલને આખી સીરીઝમાં મોકો આપ્યો છે, જ્યારે બીજા યુવા બ્લેયર ટિકનરને ત્રીજી ટી20 મેચ માટે પસંદ કરવામાં આવ્યો છે.
ન્યૂઝીલેન્ડની ટીમે ટી20 સીરીઝ માટે પોતાના 14 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ મેનેજમેન્ટે કેન વિલિયમ્સનની કેપ્ટનશીપમાં ટી20 સીરીઝમાં બે યુવા ખેલાડીઓને ડેબ્યૂ કરવાનો મોકો આપ્યો છે.
ઉપરાંત કેપ્ટન કેન વિલિયમ્સન પણ આરામ પરથી પરત ફરીને ટી20 ટીમમાં હેનરી નિકલ્સના સ્થાન પર વાપસી કરી રહ્યો છે. શ્રીલંકા વિરુદ્ધ કેનની ગેરહાજરીમાં ટિમ સાઉથીએ કેપ્ટનશી સંભાળી હતી.
નવી દિલ્હીઃ ઘરઆંગણે ટીમ ઇન્ડિયાના હાથે 3-0થી ખરાબ રીતે વનડે સીરીઝ હાર્યા બાદ હવે ન્યૂઝીલેન્ડ ટીમની નજર ટી20 સીરીઝ પર છે, ટી20 સીરીઝને જીતવા માટે ટીમમાં બે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ત્રણ મેચોની ટી20 સીરીઝ આગામી 6 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે.