T20 World Cup 2020: ભારત-પાકિસ્તાનને એક જ ગ્રુપમાં કેમ ન રખાયા, જાણો કારણ
બંને દેશો વચ્ચે રાજનીતિક ઘમાસાણ હોવાના કારણે બંને વચ્ચે ઘણું ઓછું ક્રિકેટ રમાય છે. આ બંને ટીમો આઈસીસીની ટૂર્નામેન્ટમાં જ ટકરાય છે. બંને ટીમો છેલ્લે યૂએઈમાં એશિયા કપ દરમિયાન ટકરાઈ હતી. બંને મેચમાં ભારતે વિજય મેળવ્યો હતો.
પાકિસ્તાન હાલમાં ટી-20 ક્રિકેટની શાનદાર ટીમ છે અને આઈસીસી ટી-20 રેન્કિંગમાં નંબર 1 ટીમ છે. બીજી તરફ ભારતીય ટીમ બીજા નંબરે છે. બંને ટીમ રેન્કિંગમાં પ્રથમ અને બીજા નંબરે હોવાથી બંનેને એક જ ગ્રૂપમાં રાખવામાં આવ્યા નથી. આ કારણે બંને દેશોના ક્રિકેટપ્રેમીઓ નિરાશ થયા છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં આગામી વર્ષે રમાનાર ટી20 વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. આઈસીસીએ મંગળવારે મહિલા અને પુરુષ ટી20 વર્લ્ડ કપનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો હતો. આ બન્ને વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં રમાશે. આ વખતે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા નથી, 2011 પછી પ્રથમ વખત આઈસીસી ટૂર્નામેન્ટમાં આમ બન્યું છે.