નવી દિલ્હી: ભારતે અંડર-19 વર્લ્ડકપની ક્વાર્ટરફાઇનલમાં અર્થવ અનકોલેકર અને કાર્તિક ત્યાગીના શાનદાર પ્રદર્શનના દમ પર સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ક્વાર્ટર ફાઈનલમાં મંગળવારે ઓસ્ટ્રેલિયાને 74 રને હરાવ્યું હતું. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટના ઈતિહાસમાં 9મી વખત સેમીફાઇનલમાં પહોંચવી છે.

ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 233 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 4.3 ઓવરમાં 159 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી.


ભારત તરફથી અર્થવએ અણનમ 55 રનની ઈનિંગ રમી હતી જ્યારે કાર્તિક ત્યાગીએ ચાર મહત્વની વિકેટ ઝડપી હતી. તેણે 8 ઓવરમાં માત્ર 24 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે આકાશ સિંહે 3 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાના ઓપનર સેમ ફેનિંગે સૌથી વધુ 75 રન બનાવ્યા હતા.


સેમિફાઈનલમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાન સામે થઇ શકે છે. આ બન્ને ટીમ વચ્ચે બીજી ક્વાર્ટરફાઇનલ 31 જાન્યુઆરીએ રમાશે. ભારતની સેમીફાઇનલની મેચ 4 ફેબ્રુઆરીએ રમાશે.