ઉમેશ યાદવના ‘છગ્ગા’એ ઉડાવ્યા વેસ્ટઇન્ડીઝના હોંશ, 19 વર્ષ બાદ બનાવ્યો આ રેકોર્ડ
ભારતમાં સ્પિન બોલરના દબદબાની વચ્ચે આ પહેલા જે ફાસ્ટ બોલરે એક જ ઇનિંગમાં 6 વિકેટ લીધી હતી તેનું નામ છે જવાગલ શ્રીનાથ. શ્રીનાથે 1999માં મોહાલી ટેસ્ટ મેચમાં 27 રન આપીને 6 વિકેટ લીધી હતી. શ્રીનાથ બાદ કોઈપણ ફાસ્ટ બોલર 19 વર્ષ સુધી આ રેકોર્ડથી દૂર રહ્યા. પરંતુ ઉમેશ યાદવે તે કરી બતાવ્યું. ઉમેશ યાદવ 25 ઓક્ટોબરના રોજ પોતાનો 31મો જન્મદિવસ ઉજવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ઉમેશ યાદવે વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ પ્રથમ ઇનિંગમાં છ વિકેટ લઈને પોતાની ટેસ્ટ કારકિર્દીનું બેસ્ટ બોલિંગ પરફોર્મન્સ આપ્યું છે. ઉમેશ યાદવે ઘાતક બોલિંગ કરતાં વેસ્ટઇન્ડીઝની પ્રથમ ઇનિંગ 311 રનમાં સમેટાઈ ગઈ. ઉમેશ યાદવે 88 રન આપીને 6 વિકેટ ઝડપી.
તેની સાથે જ ઉમેશ યાદવે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઉમેશ યાદવે 19 વર્ષમાં પ્રથમ વખત ભારતીય જમીન પર એક જ ઇનિંગમાં છ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -