નવી દિલ્હીઃ વર્લ્ડ ક્રિકટેમાં ન્યૂઝીલેન્ડના પ્લેયર ફેર પ્લે માટે જાણીતા છે. પરંતી હાલમાં જ ન્યૂઝીલેન્ડના ડોમેસ્ટિક સેશનમાં એક એવી ઘટના ઘટી જે ન્યૂઝીલેન્ડ ક્રિકેટને શરમમાં મૂકી દે તેવી છે. ન્યીઝીલેન્ડની લોકલ ટીમો હોરોવેનુઆ કાપિટી ક્લબ પારાપારાઉમુ અને વેરારોઆની વચ્ચે મેચ ચાલી રહી હતી. આ દમરિયાન એક ટીમને અમ્પાયરનો નિર્ણય એટલો બધો ન ગમ્યો કે તેણે મેદાન પર જ તેની પિટાઈ કરી દીધી. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પોલીસ બોલાવવી પડી.



રવિવારે ન્યૂઝીલેન્ડની ક્લબ પારાપારાઉમુ અને વેરારોઆ વચ્ચે મેચ રમાઈ રહી હતી. મેચ દરમિયાન પારાપારાઉમુનો એક ખેલાડી અમ્પાયરિંગ કરી રહ્યો હતો. મેચ દરમિયાન અમ્પાયરે વેરારોઆની ટીમના એક બેટ્સમેનને આઉટ આપ્યો હતો. જેના કારણે બેટ્સમેન ગુસ્સે ભરાયો હતો.



મેચ દરમિયાન હાજર રહેલા એક વ્યક્તિના મતે ગુસ્સે થયેલા બેટ્સમેને અમ્પાયર ઉપર હુમલો કર્યો હતો. તેણે અમ્પાયરને ત્રણ વખત કિક મારી હતી. જ્યારે બીજા ખેલાડીએ તેને મેદાન ઉપર પાડી દીધો હતો. એક બીજી વ્યક્તિએ વેરારોઆના ક્લબના ખેલાડીઓની ટિકા કરતા તેમના વ્યવહારને શરમજનક ગણાવ્યો હતો. આ વ્યક્તિએ કહ્યું હતું કે મને લાગે છે કે જેને માર પડ્યો હતો તેનું નાક તુટી ગયું હતું. આમ છતા વેરારોઓના ખેલાડીઓએ તેને મારવાનું ચાલું રાખ્યું હતું.