અંડર-19 વર્લ્ડકપ માટેની ભારતીય ક્રિકેટ ટીમમાં ગુજરાતના ક્યા ખેલાડીને મળી તક ? જાણો વિગત
હાર્વિક દેસાઈ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય અંડર-19 ટીમ- પૃથ્વી શો (કેપ્ટન), શુભમ ગીલ (વાઈસ કેપ્ટન), મનોજ કાલરા, આર્યન જુયલ (વિકેટ કીપર), હાર્વિક દેસાઈ (વિકેટ કીપર), અભિષેક શર્મા, હિમાંશુ રાણા, રિયાન પરાગ, શિવમ માવી, કમલેશ નાગરકોટી, ઈશાન પોરેલ, અર્શદીપ સિંઘ, અકુંલ રોય, શિવા સિંઘ, પંકજ યાદવ.
નવી દિલ્લી: આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ માટે ભારતીય જુનિયર સિલેક્શન કમિટી દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી છે. 13 જાન્યુઆરીથી 3 ફેબ્રઆરી સુધી ચાલનારા આ અંડર 19 વર્લ્ડકપમાં 16 ટીમો ભાગ લેશ. અંડર-19માં સૌથી વધુ વખત ઈન્ડિયાની ટીમે અને ઓસ્ટ્રેલિયાની ટીમે 3 વખત ટાઈટલ જીત્યા છે.
ગત વર્લ્ડ કપમાં ભારતને વેસ્ટ ઈન્ડિઝ સામે ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2018ના અંડર-19 વર્લ્ડ કપ માટે ટીમના કેપ્ટન પૃથ્વી શોને બનાવવામાં આવ્યો છે. આ અંડર-19 વર્લ્ડકપ ટીમમાં ગુજરાતના હાર્વિક દેસાઈની પણ પસંદગી કરવામાં આવી છે.
જ્યારે સ્ટેન્ડ બાય પર રાખવામાં આવેલા ખેલાડીઓમાં- રાહુલ ચહર, ઓમ ભોષલે, આદિત્ય ઠાકરે, નિનાદ રાઠવા, ઉર્વીલ પટેલ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -