રાજકોટઃ ઈન્દ્રનીલ રાજ્યગુરુના ભાઈ પર હુમલાના કેસમાં ક્યા પાંચની કરાઈ ધરપકડ? જાણો વિગત
રાતે 2 વાગે સમગ્ર ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ ગંભીરતાથી ચકાસ્યા બાદ ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસ હેડક્વાર્ટર ખાતે અટકાયતમાં રખાયેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના કોંગી આગેવાનોની ધરપકડ કરવાનો નિર્દેશ પણ પોલીસ કમિશનરે આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ: વિજય રૂપાણીના નિવાસસ્થાને તોડફોડ અને ટોળાંને ઉશ્કેરવા સંદર્ભે કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને મહેશ રાજપૂત સહિતના ટોળાં સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ગાંધીગ્રામ પોલીસે ઇન્દ્રનીલ રાજગુરુ, મિતુલ દોંગા, કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત સહિત 250 જેટલા લોકો સામે ગુનો નોંધ્યો છે. આ તમામ લોકો પર પોલીસ ફરજમાં રૂકાવટ અને ઝપાઝપી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે સવારે જામીન પર છોડી દેવામાં આવ્યા હતાં.
ભાઈ પર હુમલો થયા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના કોંગ્રેસના આગેવાનોએ મુખ્યમંત્રીના નિવાસસ્થાને જઈ તોડફોડ કરી અને કોંગ્રેસના કાર્યકરોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આથી વીડિયો શૂટિંગ નિહાળ્યા બાદ રાયોટિંગનો ગુનો દાખલ કરવા તેમજ ગેરકાયદે મંડળી રચવા અંગેની કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો આવું રાજકોટ પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું.
આજે વડાપ્રધાન મોદીની રાજકોટમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે વિજય રૂપાણી સામે ચૂંટણી લડી રહેલા ઈન્દ્રનીલે અગાઉ જ જાહેરાત કરી હતી કે મોદીની સભા સમયે જ તેઓ રાજકોટમાં સભા સંબોધશે અને આ સભામાં મોદીની સભામાં જેટલી જનમેદની હશે તેનાથી વધુ જનમેદની ભેગી કરવાની જાહેરાત કરી હતી. જેને લઈને ભાજપ અને પોલીસ સહિતના તંત્રની ઉંઘ ઉડી ગઈ છે. રવિવારે બંને સભા શાંતિથી પૂર્ણ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
મોડી રાતે થયેલા હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ઈન્દ્રનીલ સહિત કોંગ્રેસના 250 જેટલા કાર્યકરોની અટકાયત કરાઈ હતી. જોકે વહેલી સવારે તમામને જામીન પર મૂક્ત કરાયા હતાં. શનિવારે રાતે બનેલી ઘટના બાદ ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ સામ-સામે ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટ શનિવારે મોડી રાત્રે ઈન્દ્રનીલ રાજ્યગુરુના ભાઈ પર થયેલા હુમલાના કેસમાં ક્રાઇમબ્રાંચે પાંચ જેટલા શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે રાજેશ ડાંગર, રણછોડ ભરવાડ, સુરેશ ચુડાસમા, સંજય પંચાસરા અને વિઠ્ઠલ પટેલની ધરપકડ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -