નવી દિલ્હીઃ પોલેન્ડની 21 વર્ષની ખેલાડી Iga Swiatek યુએસ ઓપન 2022નું ટાઇટલ જીત્યું છે. ફાઇનલમાં વિશ્વની નંબર વન ખેલાડી Iga Swiatek વિમ્બલ્ડનની રનર અપ Ons Jabeurને સીધા સેટમાં 6-2, 7-6થી હરાવી હતી. Iga Swiatekનું કરિયરનું આ ત્રીજું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. Iga Swiatek યુએસ ઓપન પહેલા બે વખત ફ્રેન્ચ ઓપન જીતી ચૂકી છે. 28 વર્ષીય Ons Jabeur પાંચમા ક્રમની ખેલાડી છે. યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ આફ્રિકન ખેલાડી છે. વિમ્બલ્ડન બાદ તે યુએસ ઓપન ટાઈટલ જીતવાથી પણ ચૂકી ગઈ હતી.
2022માં Iga Swiatekએ બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું
Iga Swiatek એ આ વર્ષે ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં અમેરિકાની કોકો ગૌફને હરાવી હતી. અગાઉ Iga Swiatekએ ઓક્ટોબર 2020માં ફ્રેન્ચ ઓપન પણ જીતી હતી. Iga Swiatek એ પોલેન્ડ માટે ગ્રાન્ડ સ્લેમ જીતનાર પ્રથમ મહિલા ખેલાડી બની ગઇ છે. તેના પિતા ટોમસ ઓલિમ્પિક રોવર હતા.
રાજીવ રામ-સેલિસ્બરી જોડી માટે મેન્સ ડબલ્સ ટાઇટલ
બ્રિટનના જો સેલિસ્બરી અને અમેરિકાના રાજીવ રામની જોડીએ સીધા સેટ જીતીને સતત બીજી વખત મેન્સ ડબલ્સનું ટાઇટલ જીત્યું હતું. સેલિસ્બરી અને રામની જોડીએ વેસ્લી કૂલહોફ અને નીલ સ્કૂપ્સકીની જોડીને 7-6, 7-5થી પરાજય આપ્યો હતો. 1968 પછી ઓપન ઇરા યુગમાં તે બીજી વખત બન્યું છે કે જ્યારે કોઈ જોડી યુએસ ઓપનમાં તેમનું મેન્સ ડબલ્સ ટાઇટલ જાળવી રાખવામાં સફળ રહી હોય.