નવી દિલ્હીઃ નેપાળે બુધવારે ક્રિટેક ઈતિહાસનું સૌથી શાનદાર પ્રદર્શન કરતાં ઇતિહાસ રચ્યો છે. તેણે અમેરિકાને માત્ર 35 રનમાં ઓલ આઉટ કર્યું હતું. આ વનડે ઇન્ટરનેશનલ ઈતિહાસમાં સંયુક્ત રીતે સૌથી ઓછા સ્કોરનો વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલા 2004માં શ્રીલંકાએ ઝિમ્બાબ્વે ટીમના આટલા જ રન પર ઓલ આઉટ કરી હતી.

પુરુષના આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ લીગ 2ની 30મી મેચમાં આ અદ્ભૂત રેકોર્ડ બન્યો. ત્રિબુવન યૂનિવર્સિટી ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ટ કીર્તિપુર (નેપાળ)માં રમાયેલ આ મેચમાં મેરિકાની ટીમ 12 ઓવરમાં 35 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. નેપાળના સ્ટાર લેગ સ્પિનર સંદીપ લામિછાને 16 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. જ્યારે એક અન્ય સ્પિનર સુશાને ભારીએ 5 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.


વનડે ઇન્ટરનેશનલઃ સૌતી ઓછો સ્કોર

1. USA: 35 રન, વિરૂદ્ધ નેપાળ, 2020 (કીર્તિપુર)

-ઝિમ્બાબ્વે, 35 રન, વિરૂદ્ધ શ્રીલંકા, 2004 (હરારે)

2. કેનેડા, 36 રન, વિરૂદ્ધ, શ્રીલંકા, 2003 (પર્લ)

અમેરિકા તરફતી માત્ર એક બેટ્સમેન ડબલ ફીગર સુધી પહોંચી શક્યો. ઓપનિગં બેટ્સમેન જેવિયર માર્શલે 16 રન બનાવ્યા, ઉપરાંત કોઈ અન્ય ખેલાડી 5 રન સુધી પણ પહોંચી શક્યા ન હતા. ટોસ જીતીને નેપાળે અમેરિકાને બેટિંગ કરવા કહ્યું. પ્રથમ વિકેટ શૂન્ય પર પડ્યા બાદ વિકેટોની લાઈન લાગી ગઈ. જવાબમાં નેપાળે 5.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 36 રન બનાવીને 8 વિકેટે મેચ જીતી લીધી હતી.