Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
કરિયરની છેલ્લી રેસમાં ગોલ્ડથી ચૂક્યો ઉસૈન બોલ્ટ
લંડન: દુનિયાના સૌથી ઝડપી દોડનાર સ્પ્રિંટર ઉસૈન બોલ્ટ વર્લ્ડ એથલેટિક ચેમ્પિયનશીપ(WAC)માં પોતાનો ખિતાબ બચાવવામાં અસફળ રહ્યો. પોતાની વિદાય મૈચમાં તેઓ 100 મીટરની સ્પ્રિંટ રેસમાં ત્રીજા સ્થાન પર રહ્યા હતા. દુનિયાની નજર શનિવારે મોડી રાત સુધી લંડનના ઓલિંપિક સ્ટેડિયમ પર હતી. બોલ્ટના ચાહકો ગોલ્ડન કામયાબીની આશ લગાવીને બેઠા હતા. પરંતુ બોલ્ટને 9.95 સેકંડ સાથે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો. પહેલા બંન્ને સ્થાનો પર અમેરિકાના દોડવીરોએ કબજો કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App35 વર્ષના જસ્ટિન ગૈટલિને 9.92 સેંકડ સાથે ગોલ્ડ મેડલ જ્યારે ક્રિસ્ટિયન કોલમેને 9.94 સેકંડમાં રેસ પૂરી કરી સિલ્વર મેડલ જીત્યો. તમને જણાવી દઇએ કે, લંડન ઓલિંપિક સ્ટેડિયમમાં ચાલી રહેલા વિશ્વ એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં બોલ્ટે આ છેલ્લી રેસમાં ભાગ લીધો હતો.
30 વર્ષમાં બોલ્ટે તેમના કેરિયરમાં 11 વર્લ્ડ અને 8 ઓલિંપિક પદક જીત્યા છે. તેના નામ પર 100 મીટરનો વિશ્વ રેકોર્ડ છે. બોલ્ટે 9.58 સેકંડમાં 100 મીટર રેસ પૂર્ણ કરી હતી. તેના સિવાય 200 મીટરમાં 19.19 સેંકડ સાથે વિશ્વ રેકોર્ડ તેમના નામ પર છે. તેના સિવાય બોલ્ટના નામ પર ચાર ગણા 100 મીટરનો વર્લ્ડ રેકોર્ડ છે, બોલ્ટે બેંજીંગમાં (2008), લંડનમાં (2012) અને રિયો(2016) ઓલિંપિકમાં 100, 200 તથા ચાર ગણા 100 મીટરમાં રિલેનો ગોલ્ડ મેડલ જીત્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -