ખ્વાજાએ ભારતીય ટીમ વિરુદ્ધ વન-ડેમાં એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. ખ્વાજાએ ભારત વિરુદ્ધ એક વન-ડે સિરીઝમાં એક ઓપનર તરીકે ચાર વખત 50 રન અથવા તેનાથી વધારે રન બનાવનારો દુનિયાનો બીજો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આવુ માત્ર વેસ્ટ ઈન્ડીઝ ટીમનો ઓપનર ક્રિશ ગેઈલ જ કરી શક્યો હતો. ક્રિશ ગેઈલે આ રેકોર્ડ ટીમ ઈન્ડીયા વિરુદ્ધ 2002માં બનાવ્યો હતો.
આ પહેલા ખ્વાજાએ ચંદીગઢમાં 91 રન અને રાંચીમાં 104 અને હૈદરાબાદમાં 50 રન બનાવ્યા હતા. અંતિમ મેચમાં ખ્વાજાએ 100 રન બનાવ્યા છે. દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં લગભગ એક દશક બાદ બંને ટીમો વચ્ચે જંગ થઈ રહી છે. આ પહેલા છેલ્લે આ મેદાન પર બંને ટીમ ઓક્ટોબર 2009માં ટકરાઈ હતી. ફિરોઝશાહ કોટલામાં ભારતીય ટીમનું પલડુ ઓસ્ટ્રેલિયા કરતા વધારે ભારે જોવા મળી રહ્યું છે.