નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો પૂર્વ ક્રિકેટર પ્રવીણ કુમાર ફરી એક વખત સમાચારમાં છે. ઉત્તરપ્રદેશના મેરઠમાં તેના પર શરાબના નશામાં પડોશી સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો છે. ઘટના બાદ પ્રવીણ કુમાર કેમેરા સામે તેનો ચહેરો છુપાવતો નજરે પડ્યો હતો.

પ્રવીણ કુમાર સામે મેરઠના ટીપી નગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો છે. પ્રવીણ કુમાર પર તેની સોસાયટીના એક વ્યક્તિ અને સાત વર્ષના માસૂમ બાળક સાથે મારપીટ અને ગાળાગાળી કર્યાનો આરોપ લાગ્યો છે. પીડિત વ્યક્તિનું નામ દીપક શર્મા છે.



દીપક શર્માના જણાવ્યા મુજબ,પ્રવીણે તેની અને તેના બાળક સાથે મારપીટ કરી હતી. આ દરમાયન યુવકના હાથની આંગળી તૂટી ગઈ હતી, જ્યારે પ્રવીણ કુમારને પણ હાથમાં સામાન્ય ઈજા પહોંચી છે. પ્રવીણ કુમાર કેમેરા સામે મફલરથી તેની ઈજા છુપાવતો નજરે પડ્યો હતો.



પોલીસે આ મામલે બંને પક્ષકારોનું મેડિકલ કરાવ્યું છે અને બ્લડ સેંપલ તપાસ માટે મોકલી આપ્યું છે. પ્રવીણ કુમાર મેડિકલ માટે હોસ્પિટલ આવ્યો ત્યારે મીડિયા સાથે વાત પણ નહોતી કરી. તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતુ.

IND v WI: આજે પ્રથમ વન ડે, જાણો કેવું રહેશે હવામાન અને કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ

ICICI બેંકે આજથી લાગુ કર્યો આ નિયમ, ગ્રાહકોને લાગશે મોટો ઝટકો, જાણો વિગત