ઇસ્લામાબાદઃ ગઇકાલે આઇસીસી ટી20 વર્લ્ડકપની બીજી સેમિ ફાઇનલ મેચ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ, આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ તાબડતોડ બેટિંગ કરીને ટી20 વર્લ્ડકપ 2021માં અજેય રહેલી પાકિસ્તાનને કારમી હાર આપી, અને પોતે ફાઇનલની ટિકીટ મેળવી લીધી છે. એકબાજુ પાકિસ્તાનની હારથી પાકિસ્તાનમાં નિરાશા વ્યાપી ગઇ છે, તો બીજી બાજુ કેટલાક પાકિસ્તાનીઓ ખુશ થઇ ગયા છે, કેમ કે આ બધા બલુચિસ્તાનના બલુચો છે, તેઓ મૂળ પાકિસ્તાની છે પરંતુ પાકિસ્તાનીઓથી નફરત કરે છે. આનો વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે.
ઓસ્ટ્રેલિયાના હાથે કરારી હારનો સામનો કર્યા બાદ બલૂચ વિદ્રોહીએ જબરદસ્ત સેલિબ્રેશન કર્યુ હતુ, અને કુદી કુદીને ડાન્સ કરવા લાગ્યા હતા. બલૂચ કાર્યકર્તા શાયજાદ બલોચ તરફથી પૉસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે, પાકિસ્તાનની હાર પર સેંકડો લોકો તાળીઓ પાડીને ખુરશીઓ પર ચઢી ગયા છે, અને કુદી કુદીને ડાન્સ કરી રહ્યાં છે. એટલુ જ નહીં એકબીજાને ગળે મળી રહ્યાં છે. બલૂચોની આ ખુશી તે પાકિસ્તાની નેતાઓ માટે જોરદાર તમાચો છે, જે પાકિસ્તાનની જીત પર ભારતમાં ફટાકડાં ફોટવાથી ખુશ થઇ રહ્યાં હતા.
ખાસ વાત છે કે, બલૂચિસ્તાન પાકિસ્તાનનો જ એક ભાગ છે, પરંતુ પાકિસ્તાની સેના બલૂચો પર જબરદસ્ત રીતે અત્યાચાર કરી રહી છે, બલૂચ યુવાઓને ઉઠાવીને દમનગીરી ગુજારી રહી છે. બલૂચ વિદ્રોહીઓ પહેલાથી જ પાકિસ્તાનીઓ સામે ઉગ્ર નીતિ અપનાવી રહ્યા છે.