Catch: બિગ બેશ લીગ (Big Bash League)માં રવિવારે રમાયેલી મેચમાં મેલબોર્ન સ્ટાર્સ (Melbourne Stars)એ બ્રિસબેન હીટ (Brisbane Heat)ને 8 વિકેટથી હરાવી દીધુ. મેલબોર્ન સ્ટાર્સની જીતનો હીરો ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) રહ્યો. તેને ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યુ હતુ. ગ્લેન મેક્સવેલે બ્રિસબેન હીટના બેટ્સમેન સેમ હેજલેટને ચોંકવનારો કેચ પકડીને પેવેલિયન ભેગો કરી દીધો હતો. આ અદભૂત કેચનો વીડિયો સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.
કમાલનો કેચ પકડ્યો ગ્લેન મેક્સવેલે-
બ્રિસબેન હીટની ઇનિંગની 16મી ઓવરના 5માં બૉલ પર સેમ હેજલેટે નાથન કુલ્ટર નાઇલના બૉલ પર મિડ ઓનની ઉપર શૉટ ફટકાર્યો, ગ્લેન મેક્સવેલે મિડ ઓનથી ઉલ્ટી દિશામાં દોડતા આ શાનદાક કેચને લપકી લીધો. કેચ પકડ્યા બાદ ગ્લેન મેક્સવેલને વિશ્વાસ ના રહ્યો કે તેને આ કેચ પકડી લીધો છે, તે હંસવા લાગ્યો અને સામે હેજલેટ 8 બૉલમાં 9 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો.
બ્રિસબેન હીટ તરફથી બેન ડકેટે સૌથી વધુ 51 રન બનાવ્યા, તેને 42 બૉલ રમ્યા હતા. આ ઉપરાંત કેપ્ટન ક્રિસ લિને પણ 28 રનની ઇનિંગ રમી હતી. બ્રિસબેન હીટે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 149 રન બનાવ્યા હતા. મેલબોર્ન સ્ટાર્સે 150 રનોના ટાર્ગેટને 13.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ઓપનર જો ક્લાર્કે સૌથી વધુ 62 રન બનાવ્યા. વળી, ગ્લેન મેક્સવેલે ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યુ, તેને પણ 37 રનોની ઉપયોગી ઇનિંગ રમી.
આ પણ વાંચો---
Coronavirus New Cases: છેલ્લા 24 કલાકમાં 2 લાખ 58 હજાર કોરોના કેસ આવ્યા, ઓમિક્રોન કેસ 8 હજારને પાર
NEET PG 2022 નું રજીસ્ટ્રેશન શરૂ, પરીક્ષાનું સમયપત્રક જાણવા અહીં ક્લિક કરો