10 વર્ષની હતી ત્યારે થઈ હતી પિતાની હત્યા, તાઉની ટ્રેનિંગથી આ હરિયાણવી છોરી જીતી ગોલ્ડ મેડલ, જાણો વિગત
23 વર્ષની વિનેશે અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી વખત દેશનું નામ રોશન કર્યું છે. 2014 અને 2018 કોમનવેલ્થમાં તેણે ગોલ્ડ મેડલ જીત્યા હતા. ઇંચિયોન એશિયન ગેમ્સમાં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત વિનેશે એશિયન ચેમ્પિયનશિપમાં ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તાજેતરમાં જ વિનેશે હંગેરીમાં ટ્રેનિંગ લીધી હતી અને આ મહિને ઓગસ્ટમાં સ્પેનિશ ગ્રાં. પ્રિ. જીતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહરિયાણાની વિનેશ ફોગાટ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ રેસલર બની છે. વિનેશ ફોગાટ 10 વર્ષની હતી ત્યારે એક જમીન વિવાદમાં વિનેશના પિતા રાજપાલની હત્યા કરી દેવામાં આવી હતી. વિનેશને તેના તાઉ અને ગીતા-બબીતાના પિતા મહાવીર ફોગાટે ટ્રેનિંગ આપવાનુ શરૂ કર્યું હતું. તાઉ મહાવીરસિંહ ફોગાટની ટ્રેનિંગમાં આકરી મહેનત બાદ આંતરરાષ્ટ્રીય રેસલર બની હતી.
નવી દિલ્હી: ભારતની મહિલા પહેલવાન વિનેશ ફોગાટે 18મી એશિયન ગેમ્સના બીજા દિવસે 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ સ્પર્ધાની ફાઈનલમાં જાપાની યૂકી ઈરીને 6-2થી હરાવી ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. વિનેશ એશિયાઈ ગેમ્સમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા પહેલવાન બની ગઈ છે. વિનેશ સ્ટાર રેસલર ગીતા ફોગાટ અને બબીતાકુમારીની પિતરાઈ બહેન છે.
વિનેશે ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે મહાવીરસિંહે વધુ એક ટ્વિટ કરતાં લખ્યું કે, વિનેશે ગોલ્ડ અને દિલ બંને જીતી લીધાં.
ગીતા ફોગાટે ટ્વિટ કરી વિનેશને શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, નાની બહેન વિનેશે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે. ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ મહિલા ભારતીય રેસલર બનવા બદલ તેને શુભેચ્છા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -