નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં અવારનવાર જુદીજુદી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ અમૂક ઘટનાઓ એવી હોય છે જે હંમેશા માટે યાદ રહી જાય છે. આવી જ એક ઘટના મહારાષ્ટ્રમાં લૉકલ ટી-20 ટૂર્નામેન્ટ મેચ દરમિયાન બની છે. અહીં ઘટના કોઇ ખેલાડીની નથી પરંતુ એમ્પાયરની એક્શનની છે. એમ્પાયરે વાઇડ બૉલ આપવા માટે ખાસ એક્શન બતાવી જેને જોઇને બધા દંગ રહી ગયા હતા. આનો વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
એમ્પાયરની એક્શન થઇ રહી છે વાયરલ
મહારાષ્ટ્રની ટી-20 ટૂર્નામેન્ટમાં એમ્પાયરે ખાસ એક્શન અપનાવી, એમ્પાયરે એકદમ નવા અને અનોખા અંદાજમાં વાઇડ બૉલનો ઇશારો કર્યો છે. મહારાષ્ટ્રની સ્થાનિક ટૂર્નામેન્ટ પુરંદર પ્રીમિયર લીગમાં અમ્પાયરિંગની અનોખી શૈલી જોવા મળી હતી.
વીડિયોમાં જોઇ શકાય છે તે પ્રમાણે જ્યારે બૉલરે વાઇડ બૉલ ફેંક્યો તો અમ્પાયરે વાઈડ બોલ આપવા પહેલા માથું નમાવ્યું અને પછી ઊંધા થઈને બે પગ ફેલાવીને પહોળા કરીને વાઇડ બૉલની એક્શન કરી હતી, એમ્પાયરની આ એક્શન જોઇને બધા આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.
એમ્પાયરનો આ વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. અત્યાર સુધી લાખો લોકોએ આ વીડિયો જોઇ ચૂક્યા છે. આના પર યૂઝર્સ કોમેન્ટ બોક્સમાં ગોવિંદા અને ટાઈગર શ્રોફ સાથે સરખામણી કરી રહ્યા છે.
India Corona Cases: દેશમાં ફરી વધ્યા કોરોનાના કેસ, 60 ટકાથી વધુ કેસ કેરળમાં
ભારત સામેની સીરીઝ પહેલા ગભરાઇ ગઇ દક્ષિણ આફ્રિકાની ટીમ, લઇ લીધો આ મોટો નિર્ણય, જાણો વિગતે
કેટરીનાના લગ્નમાં નહીં જાય પૂર્વ પ્રેમી સલમાન ખાન, અચાનક છેલ્લી ઘડીએ પાડી દીધી ના, જાણો કેમ