મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આજકાલ ખુબ ચર્ચામાં છે. ખરેખરમાં પહેલા બન્ને એક ક્યૂટ કપલ હોવાના કારણે ચર્ચામા આવ્યા, બાદમાં બન્ને માતા પિતા બનાવાના સમાચારને લઇને અને હવે સોશ્યલ મીડિયામા ધમાલ મચાવવાને લઇને ચર્ચામાં છે.

વિરાટ અને અનુષ્કા માટે આનંદના સમાચાર છે કે તેમને ટૉપ 25 ગ્લૉબલ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લૂએન્સરના લિસ્ટમાં સામેલ કરવામા આવ્યા છે. અનુષ્કા અને વિરાટ બન્નેએ આ લિસ્ટમાં જગ્યા બનાવી છે.



આ લિસ્ટને ગ્લૉબલ ડેટા કલેક્શન અને એનાલિસિસ કરનારા પ્લેટફોર્મ હાઇપ ઓડિટરે જાહેર કર્યુ છે. દુનિયાભરના લોકોને ઇમ્પ્રેસ કરનારા સેલેબ્સના આ લિસ્ટમાં વિરાટ કોહલીને 11માં નંબર પર જગ્યા મળી છે, ત્યારબાદ આ લિસ્ટમાં સૌથી વધુ રેન્ક મેળવાનારો ઇન્ડિયન પણ બન્યો છે. આ લિસ્ટમાં અનુષ્કા શર્માને 24માં નબર પર જગ્યા મળી છે.



ઉલ્લેખનીય છે કે લિસ્ટ માટે 1000 સેલિબ્રિટીઝના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને તેની ઓડિયન્સની ક્વૉલિટી અને ઓથોરિટી એન્ગેજમેન્ટને રેન્ક કરવામાં આવી હતી.