નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે નાગપુરમાં રમાઈ રહેલી બીજી વનડેમાં 40મી વનડે ઈનટરનેશનલ સદી ફટકારી છે. આ સાથે જ વિરાટ કોહલીએ સચિન તેંડૂલકરનો સૌથી ઓછી ઈનિંગમાં 40 વનડે ઈન્ટરનેશનલ સદી ફટકારવાના રેકોર્ડને પાછળ છોડી દિધો છે.


ભારતીય ટીમના વિરાટ કોહલીએ 40 સદી ફટકારવામાં 224 વનડેમાં 216 ઈનિંગ્સ રમી છે, જ્યારે સચિન તેંડૂલકરે 364 વનડે ઈન્ટરનેશનલ મેચ રમી 40 સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

2015 વર્લેડ કપ બાદ કોહલીએ 18 વનડે ઈન્ટરનેશનલ સદી ફટકારી છે. કોહલીએ 15 ફેબ્રુઆરી 2015માં પાકિસ્તાન સામે વર્લ્ડ કપની મેચમાં 22મી વનડે સદી ફટકારી હતી, ત્યારબાદથી લઈને અત્યાર સુધીમાં કોહલીએ વનડેમાં 18 સદી ફટાકારી છે.