કોહલીને ICCએ ફટકાર્યો દંડ, આ કારણે કપાઇ જશે મેચની 25 ટકા ફી
દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 335 રન કર્યા હતા. બીજા દિવસે કોહલી વિજયને સાંજ સુધી સાથે બેટિંગ કરવા સંબંધે કહેતા સમયે આ ગાળ બોલી હતી. જોકે વિજય આઉટ થઈ ગયો હતો.
ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલીને સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ દરમિયાન ગાળ પણ બોલી હતી. વિરાટે બીજી ટેસ્ટમાં પોતાના કરિઅરની 21મી ટેસ્ટ સદી ફટકારી હતી, જેને પુરી કરતાંજ જે ઘટના બની તેને લઇને સંકજામાં આવી ગયો છે, એટલે કે તે દરમિયાન વિરાટ કોહલીએ ગાળ બોલી હતી અને તેની આ હરકત સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ થઇ ગઇ હતી. આ વીડિયો બાદમાં વાયરલ થતાં કોહલી સોશ્યલ મીડિયામાં ટ્રૉલ થયો હતો.
કોહલીની ગાળ બોલવાની જે હરકત રેકોર્ડ થઇ હતી, તેને કોહલીએ કબુલી લીધી હતી. જોકે, આઇસીસીએ કોહલીને આ હરકતને લઇને લેવલ એક પ્રમાણે 25 ટકા મેચનો દંડ ફટકાર્યો હતો, ઉપરાંત એક ડીમેરિટ પૉઇન્ટ આપ્યો હતો.
આ સમયે જ મુરલી વિજય સાથે હિન્દીમાં વાત કરતા કોહલીએ ગાળ આપી હતી અને કહ્યું કે,‘બહુત બઢિયા, અગર શામ તક ખેલેંગ તો ઈનકી +*# ફટ જાયેંગી’
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન કોહલી પર આઇસીસીએ દંડ ફટકાર્યો છે. કોહલીએ આઇસીસીના કૉડ ઓફ કન્ડક્ટ લેવલ 1ના ઉલ્લંઘનનો દોષી ઠર્યો છે. આઇસીસીએ કાર્યવાહી કરતાં કોહલી પર મેચ ફીનો 25 ટકા દંડ ફટકાર્યો છે. એટલું જ નહીં આઇસીસી તરફથી કોહલીને 1 ડિમેરિટ પૉઇન્ટ પણ મળ્યો છે. નોંધનીય છે કે ભારતીય કેપ્ટને સેન્ચૂરિયન ટેસ્ટના ત્રીજા દિવસે લૉ પ્રકાશના કારણે રમત રોકવાથી એમ્પાયરના ડિસીઝન પર નારાજગી દર્શાવી હતી.
મેચના બીજા દિવસે જ્યારે ટીમ ઈન્ડિયા બેટિંગ કરી રહી હતી ત્યારે લોકેશ રાહુલ (10), ચેતેશ્વર પૂજારા (00)ના સ્વરૂપે 28 રનમાં 2 વિકેટ પડી ગઈ હતી. ત્યારબાદ મેદાન પર આવેલા વિરાટ કોહલીએ મુરલી વિજય સાથે ઈનિંગ આગળ વધારી, બંનેએ 28 ઓવરમાં 80 રનની પાર્ટનરશિપ કરી હતી.