યુવરાજ સિંહના લગ્નમાં સાથે જોવા મળશે કોહલી-અનુષ્કા
abpasmita.in | 28 Nov 2016 05:02 PM (IST)
મુંબઈ: બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ઈંડિયન ક્રિક્રેટના મહારથી વિરાટ કોહલીએ અનુષ્કા સાથેની બ્રેકઅપની તમામ ખબરોને ખોટી ગણાવી છે.બંને વચ્ચે અણબનાવ હોવા છતા તેમને ધણી વખત સાથે જોવા મળ્યા છે, પછી તે ક્રિક્રેટનું મેદાન હોય કે ફુટબોલ સિરિઝ. હાલમાં જ અનુષ્કા ચંડીગઢમાં ચાલી રહેલી ટેસ્ટ સિરિઝ જોવા ત્યાં પહોંચી હતી.ભારતીય ક્રિકેટર અને હેઝલ કિચના આગામી 30 નવેંબરના લગ્ન છે, વિરાટ કોહલી યુવરાજ સિંહના ખાસ મિત્ર છે, ત્યારે યુવરાજ સિંહના લગ્નમાં વિરાટ કોહલી જવાના છે એ વાત તો ફાઈનલ છે, ત્યારે તેની ગર્લ ફ્રેંડ અનુષ્કા શર્મા પણ સાથે જોવા મળશે. યુવરાજ સિંહના મહેમાનાના લિસ્ટમાં પહેલેથી જ અનુષ્કા શર્મા સામેલ છે. શીખ રિતિ રિવાજોથી કરવામાં આવશે યુવરાજ-હેઝલના લગ્ન.