નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આઈસીસી દ્વારા હાલમાં જાહેર કરવામાં આવેલ રેન્કિંગમાં પોાતનું સ્થાન જાળવી રાખ્યું છે. મંગળવારે જાહેર કરવામાં આવેલ નવી વનડે રેન્કિંગમાં વિરાટ કોહલી 895 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે. જ્યારે ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા 863 પોઈન્ટ સાતે બીજા સ્થાન પર છે. બોલિંગની વાત કરીએ બુમરાહે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. તેના હાલમાં 797 પોઈન્ટ છે. બીજા ક્રમે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ છે.

બુમરાહ અને બોલ્ટ વચ્ચે 57 પોઈન્ટનું અંતર છે. નોંધનીય છે કે જૂન-જૂલાઈમાં ઈંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપ બાદ બુમરાહ વન-ડે ક્રિકેટ રમ્યો નથી. હાલમાં તે તેના સ્ટ્રેસ ફ્રેક્ચરમાંથી બહાર આવી રહ્યો છે. હાલમાં તે ક્રિકેટથી સંપૂર્ણ પણે દૂર છે પરંતુ તેણે થોડો સમય પહેલા થોડી પ્રેક્ટિસ કરી હતી.



અફઘાનિસ્તાનના મુજીબ ઉર રહેમાને શાનદાર પ્રદર્શન કરતા ટોપ-3માં પોતાનું સ્થાન બનાવ્યું છે. તેણે બે સ્થાનનો કૂદકો માર્યો છે. મુજીબ પાસે 707 પોઈન્ટ છે. સાઉથ આફ્રિકાનો કાગિસો રબાડા ચોથા ને ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ પાંચમાં ક્રમે છે. ઓલ-રાઉન્ડર્સની યાદીમાં ટોપ-10માં હાર્દિક પંડ્યા એકમાત્ર ભારતીય છે અને તે 246 પોઈન્ટ સાથએ 10માં ક્રમે છે.