રિષભ પંત સેટ થઈ ગયા બાદ ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી હતી. 56 બોલમાં 32 રન પર અચાનક જ હવામાં શોટ રીને મિડવિકેટ પર કેચ આપી બેઠો હતો. પંતના આ ખરાબ શોટથી આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમમાં બેસેલો વિરાટ કોહલી ભડક્યો હતો.
તે દરવાજો ખોલીને બાલ્કનીમાં બેસેલા રવિ સાસ્ત્રી પાસે ગયો હતો. અને ગુસ્સામાં રવિ શાસ્ત્રીને કંઈક કહ્યું હતું. કહેવાય છે કે, વિરાટ કોહલી પંતના આવા જોખમભર્યા શોટ રમવાની આદતને કારણે પરેશાન છે અને એટલે જ તે તેને ટીમમાં સ્થાન આપવા માગતો ન હતો. જોકે આ વાતની હજુ સુધી કોઈ પુષ્ટી થઈ નથી. પ્રે કોન્ફરન્સમાં વિરાટે પંતને નવો ખેલાડી હોવાનું કહીને બચાવ કર્યો હતો.
ટીમ ઇન્ડિયાનો ટોપ ઓર્ડર સાવ ફ્લોપ સાબિત થયો હતો. લોકેશ રાહુલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી 5 રનની અંદર પેવેલિયન પરત ફર્યા હતા.