Pics: શિખર ધવનના પરિવાર સાથે ટીમના બીજા કયા કપલે ઈંગ્લેન્ડના રસ્તાઓ પર મજા માણી
બીજી તરફ વિરાટે પોતોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની પત્ની અનુષ્કા સાથેનો ફોટો શેર કર્યો હતો. જેમાં બંને કારમાં બેઠા છે અને આ ફોટોને 22 લાખથી વધુ વખત જોવાયો છે. જેમાં બંને કપલ ઘણાં ક્યૂટ લાગી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ટીમ હાલમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં સૌથી લાંબા ઈંગ્લેન્ડના પ્રવાસ પર છે. જેમાં હવે 1 ઓગસ્ટથી ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. આ પહેલા 3 મેચની T-20 સીરિઝ અને ત્રણ મેચોની વન-ડે સીરિઝ રમાઈ ચુકી છે. જેમાં વન-ડેમાં ઈંગ્લેન્ડે અને T-20માં ભારતે કબ્જો મેળ્યો હતો.
શિખરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો પોસ્ટ કર્યો હતો અને એક પોસ્ટ પણ લખી હતી. આ ફોટોમાં શિખરની સાથે વિરાટ કોહલી, અનુષ્કા, ધવનની પત્ની આયશા મુખર્જી અને પુત્ર ઝોરાવર પણ જોવા મળી રહ્યો છે. શિખર ધવનની ફમેલિ સાથે કોહલી અને અનુષ્કાએ શોપિંગ પણ કરી હતી.
નવી દિલ્હી: હાલ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના પ્રવાસ છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા હાલમાં ઈંગ્લેન્ડમાં છે. આ દરમિયાન તેમની સાથે ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શિખર ધવન પર પોતાના પરિવાર સાથે મસ્તી કરતાં જોવા મળ્યો હતો. શિખર ધવને શુક્રવારે વિરાટ અને અનુષ્કા સાથેનો ફોટો પોસ્ટ કર્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -