કોહલીએ તોડ્યો ગાંગુલીનો રેકોર્ડ, ધોની બાદ ભારતનો સૌથી સફળ કેપ્ટન બન્યો
abpasmita.in | 22 Aug 2018 08:38 PM (IST)
નવી દિલ્હીઃ ભારતે નોટિંઘમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં યજમાન ઇગ્લેન્ડને 203 રનથી હાર આપી હતી. આ જીતની સાથે કેપ્ટન વિરાટ કોહલીએ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધો છે. નોટિંઘમમાં જીત સાથે કોહલીએ કેપ્ટન તરીકે કુલ 22 ટેસ્ટ મેચમાં જીતનો રેકોર્ડ બનાવ્યો હતો જ્યારે ગાંગુલીએ 21 ટેસ્ટમાં ભારતને વિજય અપાવ્યો છે. પોતાની કેપ્ટનશીપમાં ભારતને સૌથી વધુ ટેસ્ટ મેચ જીતવાના મામલે કોહલી હવે ગાંગુલીથી આગળ નીકળી ગયો છે અને ભારતના સફળ ટેસ્ટ કેપ્ટનમાં બીજા નંબર આવી ગયો છે. હવે ફક્ત પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની જ કોહલીથી આગળ છે. ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં 27 ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને વિજય અપાવ્યો છે.