મેચ પછી કોહલીએ કહ્યું, ધોની જાણે છે કે મેચ દરમિયાન શું કરવું. કોઈ વખત તેમનો દિવસ ખરાબ હોય તો દરેક લોકો વાતો કરવાનું શરૂ કરી દે છે. અમે હંમેશા તેમની સાથે છીએ. તેમણે ટીમને ઘણી મેચમાં જીત અપાવી છે.
ધોની જેવા એક ખેલાડી હોવાનો સૌથી વધારે ફાયદો એ હોય છે કે, જ્યારે તમારે 15-20 રન જોઈતા હોય ત્યારે તેમને ખબર હોય છે કે, આ રન કેવી રીતે મેળવવાના છે. તેમનો અનુભવ 10માંથી 8 વખત ટીમને જીતવામાં મદદ કરે છે.
બીજી બાજુ વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટીમના ખરાબ પ્રદર્શન માટે બેટ્સમેનને જવાબદાર ગણાવ્યા. હોલ્ડરે કહ્યું, બોલર્સે આ પિચ પર સારું પ્રદર્શન કર્યું પરંતુ બેટ્સમેનોએ અમને નિરાશ કર્યા. તે ઉપરાંત ધોનીનું સ્ટમ્પિંગ ચૂકવુ તે અમારી એક મોટી ભૂલ હતી. તે ઉપરાંત ફિલ્ડિંગમાં પણ અમે ઘણી ભૂલો કરી. હકીકતમાં ધોનીએ જ્યારે આઠ રન કર્યા ત્યારે વિકેટકિપર શાઈ હોપે એક સરળ સ્ટમ્પિંગ છોડ્યું હતું.