નવી દિલ્હીઃ વિતેલા મેચમાં ધીમી બેટિંગ માટે ટીકાઓનો સામનો કરનાર મહેન્દ્ર સિંહ ધોનીએ ગુરુવારે મુશ્કેલીમાં આવેલ ભારતને એજ ધીમી બેટિંગને કારણે વિન્ડીઝ વિરૂદ્ધ સન્માનજનક સ્કોર સુધી પહોંડી. જોકે ધોનીની ધીમી બેટિંગને લઈને વીવીએસ લક્ષ્મણે તેની ટીકા કરી છે.



ધોનીએ વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ 61 બોલરમાં 56 રન કર્યા હતા હતા જેમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ છે. વીવીએસ લક્ષ્મણે ધોનીની ધીમી બેટિંગને લઈને ટીકા કરી છે. લક્ષ્મણે કહ્યું કે, “ધોની વધારે ડૉટ બૉલ રમી રહ્યો છે. તે સ્ટ્રાઇક જલદી નથી બદલી રહ્યો. આજની મેચમાં પણ ભારતે આ કારણે વિકેટ ગુમાવી. ત્યાં સુધી કે વિરાટ કોહલીની વિકેટ પણ આ કારણે ગઈ.”



વીવીએસ લક્ષ્મણે કહ્યું કે, “ધોનીએ આ સમસ્યાનું નિરાકરણ લાવવું પડશે. નહીં તો ભારતીય મિડલ ઑર્ડર વારંવાર ફસાતો રહેશે.” ધોનીએ આ મેચમાં કોહલી સાથે 40 અને હાર્દિક સાથે 70 રનની ભાગેદારી નોંધાવી હતી.

સોશિયલ મીડિયા પર પણ ધોનીની ટીકા થઈ રહી છે. એક યૂઝરે લખ્યું કે, ‘ધોનીની ધીમી બેટિંગનાં કારણે જ વિરાટ કોહલી આઉટ થયો.’ આ પહેલા અફઘાનિસ્તાન વિરુદ્ધ ધોનીએ 52 બૉલમાં 28 રન બનાવ્યા હતા. ત્યારે સચિન તેંડુલકરે પણ ધોનીની ધીમી બેટિંગની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતુ કે ધોનીએ સકારાત્મક રીતે બેટિંગ કરવી જોઇએ.