VIDEO:ઇશાંત શર્માએ ટેસ્ટમાં ફટકારી પ્રથમ અડધી સદી, બાલ્કનીમાં આ રીતે વિરાટે કરી ઉજવણી
abpasmita.in | 01 Sep 2019 09:26 AM (IST)
ઇશાંત શર્માની શાનદાર બેટિંગથી ખુશ થઇને વિરાટ કોહલી ખુશ થઇ ગયો હતો અને બાલ્કનીમાં ઉજવણી કરવા લાગ્યો હતો.
જમૈકાઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ જમૈકાના સબીના પાર્કમાં રમાઇ રહી છે. પ્રથમ ઇનિંગમાં યુવા બેટ્સમેન હનુમા વિહારીએ પ્રથમ ટેસ્ટ સદી ફટકારી ટીમ ઇન્ડિયાનો સ્કોર 400ને પાર લઇ જવામાં મદદ કરી હતી. બોલર ઇશાંત શર્માએ પણ વિહારીને સાથ આપ્યો હતો. ઇશાંત શર્માએ પણ પોતાના કરિયરની પ્રથમ અડધી સદી ફટકારી હતી. ઇશાંત શર્માની શાનદાર બેટિંગથી ખુશ થઇને વિરાટ કોહલી ખુશ થઇ ગયો હતો અને બાલ્કનીમાં ઉજવણી કરવા લાગ્યો હતો. ઇશાંત શર્મા અને વિહારી વચ્ચે આઠમી વિકેટ માટે 112 રનની ભાગીદારી કરી હતી. ઇશાંતે 80 બોલનો સામનો કરી સાત ચોગ્ગાની મદદથી 57 રન ફટકાર્યા હતા. ઇશાંતે 92મી ટેસ્ટ મેચમાં આ અડધી સદી ફટકારીછે. અત્યાર સુધી ઇશાંતનો ટેસ્ટમાં હાઇએસ્ટ સ્કોર અણનમ 31 રન હતો જે તેણે શ્રીલંકા સામે કર્યો હતો. ઇશાંતની અડધી સદીથી કેપ્ટન વિરાટ કોહલી ખૂબ ખુશ જોવા મળ્યો હતો. ઇશાંતે અડધી સદી ફટકારી તે સાથે જ કોહલી ડ્રેસિંગ રૂમની બાલ્કનીમાં આવી ગયો હતો અને ઉજવણી કરવા લાગ્યો હતો. કોહલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.