ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ કુલ 39 ટેસ્ટ મેચ રમ્યા છે. જેમાં ભારતે 14 અને આફ્રિકાએ 15 મેચમાં જીત મેળવી છે. રોચક વાત એ છે કે ટીમ ઇન્ડિયાએ આમાંથી 7 મેચ એકલા વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ જીતી છે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ જીતનો સરેરાશ વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં સૌથી વધુ છે. આપને જણાવી દઈએ કે ભારતે વિરાટની કેપ્ટનશિપ હેઠળ સાઉથ આફ્રિકા વિરુદ્ધ 10 ટેસ્ટ મેચ રમી છે. જેમાં 7માં જીત હાંસલ કરી છે. એટલે જીતનો સરેરાશ 70 ટકા રહ્યો છે.
ઉપરાંત વિરાટ કોહલીએ નવમી વખત એક ઇનિંગ્સના અંતરથી ટેસ્ટ મેચ જીતી લીધી છે. વિરાટ કોહલીએ આ સાથે એમએસ ધોનીની બરાબરી કરી લીધી છે. ધોનીએ પણ 9 ટેસ્ટ મેચ ઇનિંગ્સના અંતરથી જીતી હતી. વિરાટે રાંચી ટેસ્ટ ઇનિંગ્સના અંતરથી જીતતા અઝહરુદ્દીનને પાછળ રાખી દીધો છે. અઝહરે 8 વખત ઇનિંગ્સના અંતરથી ટેસ્ટ મેચ જીતી હતી. ગાંગુલીની કેપ્ટનશિપમાં ભારતે 8 ટેસ્ટ ઇનિંગ્સથી જીતી હતી.
આ સિવાય વિરાટ દક્ષિણ આફ્રિકા સામે સૌથી મોટી જીત મેળવનાર ભારતીય કેપ્ટન બન્યો છે. દક્ષિણ આફ્રિકાએ રાંચી ટેસ્ટ ઇનિંગ્સ અને 202 રને ગુમાવી છે. જે તેનો ભારત સામે સૌથી મોટો પરાજય છે.