ICC એવોર્ડ્સમાં કોહલીનો દબદબો, ત્રણ એવોર્ડ જીતનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો
‘આઈસીસી ટેસ્ટ ટીમ ઓફ ધ યર-2018માં ભારત તરફથી વિરાટ કોહલી ઉપરાંત રિષભ પંત અને જસપ્રીત બુમરાહને સામેલ કરવામાં આવ્યા છે. આ છે ટીમઃ ટોમ લાથમ (ન્યૂઝીલેન્ડ), દિમુથ કરુણારત્ને (શ્રીલંકા), કેન વિલિયમસન (ન્યૂઝીલેન્ડ), વિરાટ કોહલી (ભારત), હેનરી નિકોલ્સ (ન્યૂઝીલેન્ડ), રિષભ પંત (વિકેટકીપર, ભારત), જેસન હોલ્ડર (વેસ્ટઇન્ડીઝ), કૈગિસો રબાડા (દ. આફ્રિકા), નાથન લિયોન (ઓસ્ટ્રેલિયા), જસપ્રીત બુમરાહ (ભારત), મો. અબ્બાસ (પાકિસ્તાન)
આઈસીસી વનડે ટીમ ઓફ ધ યર-2018માં કેપ્ટન વિરાટ કોહલી ઉપરાંત ભારત તરફથી રોહિત શર્મા, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહને સામેલ કરવામાં આવ્યા છે. આ છે ટીમઃ રોહિત શર્મા (ભારત), જોની બેયરસ્ટો (ઇંગ્લેન્ડ), વિરાટ કોહલી (ભારત, કેપ્ટન), જો રૂટ (ઇંગ્લેન્ડ), રોસ ટેલર (ન્યૂઝીલેન્ડ), જોસ બટલર (વિકેટકીપર, ઇંગ્લેન્ડ), બેન સ્ટોક્સ (ઇંગ્લેન્ડ), મુસ્તાફિઝુર રેહમાન (બાંગ્લાદેશ), રાશિદ ખાન (અફઘાનિસ્તાન), કુલદીપ યાદવ (ભારત), જસપ્રીત બુમરાહ (ભારત)
કોહલીએ કેપ્ટન બનાવવા પાછળ આઈસીસીએ કારણ પણ આપ્યું છે. તેણે 2018માં 14 વનડે મેચમાંથી નવ મેચમાં ભારતને જીત અપાવી છે. કુલ મળીને ભારતે 14 મેચ જીતી અને માત્ર ચાર મેચમાં હારનો સામનો કર્યો છે જ્યારે બે મેચ ડ્રો રહ્યા છે. ટેસ્ટની વાત કરીએ તો, વિરાટ કોહલી 2018માં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી રહ્યા છે. તેણે 13 ટેસ્ટમાં 55.08ની સરેરાશથી 1322 રન બનાવ્યા છે.
નવી દિલ્હીઃ ભારતના કેપ્ટન વિરાટ કોહીલને ICCનો ‘ટેસ્ટ અને વનડે ટીમ ઓફ ધ યર-2018’નો કેપ્ટન પસંદ કરવામાં આવ્યો છે. આઈસીસીએ મંગળવારે વનડે અને ટેસ્ટ ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી છે.