✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વિરાટ કોહલી જે 600 રૂપિયા પ્રતિ લિટરનું પાણી પીવે છે તે પણ સેફ નથી!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Mar 2018 11:19 AM (IST)
1

જાપાન દેશમાં બનતું કોના નિગારી મિનરલ વોટરની માગ દુનિયાના ઘણા દેશોમાં છે. આ પાણી વજન ઘટાડવા, તણાવ દૂર રાખવા અને ત્વચા માટે સૌથી સારું કહેવાય છે. જણાવી દઈએ કે વિરાટ કોહલીની જેમ ઘણા સેલિબ્રિટી અન્ય દેશમાંથી મગાવેલું પાણી પીવે છે.

2

ભારત ઉપરાંત અમેરિકા, બ્રાઝિલ, ઈન્ડોનેશિયા, કેન્યા, લેબેનોન, મેક્સિકો અને થાઈલેન્ડ જેવા દેશોને પાણીના આ રિપોર્ટમાં શામેલ કરવામાં આવ્યા છે. શેરી મેસન મુજબ પ્લાસ્ટિકની બંધ બોટલના પાણીમાં પોલીપ્રોપાઈલીન, નાયલોન અને પોલીઈથાઈલીન ટેરેપથાલેટ જેવા કણો મળ્યા છે. આ પ્રકારનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

3

ન્યૂયોર્ક સ્થિત ફ્રેડોનિયા યુનિવર્સિટીની રિસર્ચર શેરી મેસન દ્વારા તૈયાર કરવામાં આવેલી રિપોર્ટમાં દુનિયાભરના પાણી સપ્લાય કરનારા પ્રોડક્ટ વિશે વાત કરી છે. આ રિપોર્ટમાં ભારતની મુખ્ય બિલ્સેરી અને એક્વાફાઈન જેવી બ્રાન્ડ્સ શામેલ છે. આટલું જ નહીં વિરાટ કોહલી જે એવિયાન બ્રાન્ડનું પાણી પીવે છે, તેને પણ અનસેફ બતાવાયું છે. ભારત ઉપરાંત 9 અન્ય દેશોમાંથી પાણીના કેટલાક નમૂના લઈને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવી છે. મેસનની રિપોર્ટ મુજબ 93 ટકા પાણીમાં પ્લાસ્ટીકના કેટલાક કણો મળી આવ્યા.

4

તમે તો માત્ર 10 કે 20 ખર્ચ કરીને આ બ્રાન્ડ્સનું પાણી ખરીદો છો. પરંતુ ક્રિકેટર વિરાટ કોહલી એક લિટર બોટલની પાણી માટે 600 રૂપિયા ખર્ચ કરે છે. પોતાની ફિટનેસ માટે જાણીતો વિરા કોહલી ‘એવિયાન’ બ્રાન્ડનું પાણી પીવે છે. બોટલમાં બંધ પાણીને સુરક્ષિત સમજીને ઘણીવાર સેલિબ્રિટી તેનો ઉપયોગ કરે છે. પરંતુ એક રિપોર્ટ મુજબ બોટલમાં બંધ પાણી સેફ નથી.

5

નવી દિલ્હીઃ બોટલબંધ પાણીને લઈને આવેલ એક અહેવાલ બાદ દેશની મુખ્ય મિનરલ વોટર બ્રાન્ડ્સના પાણીને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. આ અહેવાલમાં ભારતની અનેક મુખ્ય બ્રાન્ડ, જેમાં બિસલેરી અને એક્વાફિના સહિત અન્ય કંપની સામેલ છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • વિરાટ કોહલી જે 600 રૂપિયા પ્રતિ લિટરનું પાણી પીવે છે તે પણ સેફ નથી!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.