આજે ચોથી સેન્ચુરી પર વિરાટ કોહલીની નજર, તોડી શકે છે આ 5 રેકોર્ડ્સ....
એક વન-ડે સિરીઝમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ગ્રેગ ચેપલના નામે છે. ચેપલે વર્ષ 1980-81માં બેનસન એન્ડ હેઝ વર્લ્ડ સિરીઝમાં 14 મેચમાં 68.60ની એવરેજ થી 686 રન બનાવ્યા હતા. ત્યારથી અત્યાર સુધી આ રેકોર્ડ કોઈએ તોડ્યો નથી. કોહલી આ સિરીઝમાં 3 મેચમાં 404 રન બનાવી ચુક્યો છે અને હવે તે અગામી બે મેચમાં 283 રનની જરૂરત છે. જે તેનું ફોર્મ જોઈ વધારે મુશ્કેલ નથી લાગી રહ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવન ડે ક્રિકેટમાં અત્યાર સુધીમાં 13 બેટ્સમેનોએ 10 હજાર રન બન્યા છે અને કોહલી 10,183 રન સાથે 12મા નંબર પર છે. એવામાં તે ટુંક સમયમાં 11મા નંબર પર રહેલા તિલકરત્ન દિલશાનને પાછળ છોડી દેશે જેના નામે 10,290 રન છે.
કોહલીએ ભારતની જમીન પર અત્યાર સુધીમાં ચાર સદી ફટકારી છે. કોઈ એક દેશમાં સૌથી વધારે સદી ફટકારવાનો રેકોર્ડ પાકિસ્તાનના બાબર આઝમના નામે છે. તેણે વર્ષ 2016-17માં યૂએઈમાં 5 સદી ફટકારી હતી. જો કોહલી છેલ્લી બે મેચમાં બે સદી ફટકારવામાં સફળ થઈ જાય તો, તે આ રેકોર્ડ પણ તોડી શકે છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તમામ ફોર્મેટમાં સૌથી વધારે સદીની જો વાત કરવામાં આવે તો, આ રેકોર્ડ પણ સચિનના નામે છે. તેણે કુલ 100 સેન્ચુરી ફટકારી છે. બીજા નંબર પર રિકી પોન્ટિંગ 71 સદી અને ત્રીજા નંબર પર કુમાર સંગાકારા 63 સદી. હાલમાં ચોથા નંબર પર વિરાટ કોહલી છે. તેની પાસે સંગાકારાની 63 સદીને તોડવાની તક છે.
વન-ડેમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને વર્ષ 1998માં 34 વન ડે રમીને 9 સદી ફટકારી હતી જે હજુ સુથી કોઈ તોડી શક્યું નથી. આમ કોહલી પાસે 20 વર્ષ જુનો આ રેકોર્ડ તોડવાનો મોકો છે.
નવી દિલ્હીઃ વિરાટ કોહલીએ સતત ત્રણ સેન્ચુરી ફટકારી. હવે કોલીના નિશાના પર સતત ચોથી સેન્ચુરી છે. અત્યાર સુધી માત્ર એક જ બેટ્સમેન આ કારનામું કરી શક્યો છે. સંગકારાએ વર્ષ 2015માં વર્લ્ડ કપમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. ત્યાર બાદ કોઈ આ રેકોર્ડ તોડી નથી શક્યું પરંતુ જે રીતે વિટાટ કોહલી ફોર્મમાં છે તેને ધ્યાનમાં રાખતા આ રેકોર્ડ આજે તૂટી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -