✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અનુષ્કા શર્માને લઈને પ્રથમ વખત વિરાટ કોહલીએ દિલની વાત કરી શેર, જાણો શું કહ્યું...

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Jun 2017 08:18 AM (IST)
1

વિરાટ અનુષ્કાને હાલમાં ભારતીય ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસ જતા પહેલા સચિન તેંડુલકરની બાયોપિક 'સચિન : બિલિયન ડ્રીમ્સ'ના પ્રિમિયર દરમિયાન સાથે જોવામાં આવ્યાં હતા. જો કે બંને સામાન્ય રીતે પોતાના સંબંધ વિશે વધારે વાતો કરતા નથી.

2

જ્યારે મને ટેસ્ટ સુકાની બનાવવામાં આવ્યો, ત્યારે પણ અનુષ્કા મારી સાથે મેલબોર્નમાં હતી. મારા જીવનનો મહત્વનો સમય અમે સાથે શેર કર્યો હતો. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા જીવનમાં દિવસ ક્યારેય આવશે. અત્યારસુધી જ્યારે પણ મારી સાથે કંઈ પણ સારું થયું છે ત્યારે તે મારી સાથે હતી.

3

તે સમયે એક મિનિટ માટે મારી કારકિર્દી ફ્લેશબેકની જેમ ફરી રહી હતી. ક્રિકેટ એકેડેમીથી લઈને સુકાની બનવા સુધીની સફર ખૂબ રોમાંચક હતી. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે પળ મારા જીવનમાં ક્યારેય આવશે અને હું ખબર અનુષ્કા સાથે શેર કરી શકીશ. મેં અનુષ્કા સાથે મારા જીવનની શાનદાર પળ શેર કરી, તેની મને ખુબ ખુશી છે. એવો સમય હતો, જેને હું આખું જીવન યાદ રાખીશ.

4

મને યાદ છે, જ્યારે અમે મોહાલીમાં હતા. ભારત ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી ચાલી રહી હતી. તે સમયે ધોનીએ વન ડે અને ટી20નું સુકાનીપદ છોડી દીધું હતું. મને સુકાની બનવાની જાણકારી મળી હતી. ત્યારે અનુષ્કા મારી સાથે હતી. તે સમયે હું ખુબ ભાવુક થઈ ગયો હતો અને તેની સાથે હું રડી પડ્યો હતો. મેં ફોન પર વાત અનુષ્કાને જણાવી હતી.

5

અનુષ્કા વિશે વાત કરતા સમયે તે ભાવુક અને પ્રેમાળ જોવા મળે છે. તેમાં કોહલીએ અનુષ્કા અને પોતાના સંબંધ વિશે ખુલીને વાતો કરી હતી. તેણે જણાવ્યું હતું કે અનુષ્કા મારા માટે લકી ચાર્મ છે. તે મારી કારકિર્દીના ચઢાવ ઉતાર દરમિયાન મારી સાથે રહી હતી. તેની સાથે રહેતાની સાથે મને દરેક મોટી ખુશી મળી હતી.

6

આ વખતે વિરાટે સ્ટાર સ્પોર્ટ્સને આપેલ ઇન્ટરવ્યૂમાં અનુષ્કાનો ઉલ્લેખ કરીને સૌને ચોંકાવી દીધા હતા. આ ઇન્ટરવ્યૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિરાટ જણાવી રહ્યા છે કે અનુષ્કા તેના જીવનમાં કેટલું મહત્ત્વ ધરાવે છે.

7

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માની વચ્ચે સંબંધને લઈને સમાચારો મીડિયામાં ઘણાં લાંબા સમયથી આવતા રહે છે. પરંતુ બન્નેએ ક્યારેય આ મુદ્દે ખુલીને વાત કરી ન હતી. વિરાટ ઘણી વખત પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનુષ્કાની તસવીરો શેર કરતા રહે છે. પરંતુ યૂઝર્સ તરફથી આ મામલે કરવામાં આવતા સવાલ પર ક્યારેય વિરાટે જવાબ આપ્યો નથી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • અનુષ્કા શર્માને લઈને પ્રથમ વખત વિરાટ કોહલીએ દિલની વાત કરી શેર, જાણો શું કહ્યું...
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.