ભાજપના ટોચના નેતાએ યુવતીને પાંચ વર્ષ સુધી બનાવી હવસનો શિકાર, ફરિયાદ નોંધાતા શું કર્યું?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે ,હાલ શશીકાંત સોલંકી ફરાર થયો છે જેના કારણે દીવ પોલીસે શશીકાંત સોલંકીની બાતમી આપનારને 25000 ના ઇનામ ની જાહેરાત કરી છે. હાલ દીવ નગર પાલિકાની ચૂંટણી ચાલી રહી છે. આગામી 1 જુલાઇએ મતદાન યોજાશે અને 4 જુલાઇએ મતગણતરી હાથ ધરાશે, ત્યારે ભાજપના જિલ્લા પ્રમુખ પર બળાત્કાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાતા ભાજપને ભારે ઝટકો લાગ્યો છે.
દીવ જિલ્લા પંચાયત પ્રમુખ શશીકાંત માવજીભાઈ સોલંકી સામે દીવની જ એક પીડિત મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. તેણે ગત 9મી તારીખે શશીકાંત સોલંકી સામે ફરિયાદ કરી હતી. તેની ફરિયાદ છે કે, સોલંકીએ 2012થી અત્યાર સુધી હવસનો શિકાર બનાવી છે. પોલીસે પીડિતા નું નિવેદન લઇ શશીકાંત માવજી સોલંકી વિરુદ્ધ બળાત્કાર અને એટ્રોસિટી એક્ટની કલમ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
શશીકાંત સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા સોલંકી ભૂગર્ભમાં ઉતરી ગયો છે. શશીકાંતને ઝડપી પાડવા પોલીસે શોધખોળ હાથ ધરી છે. દીવ પોલીસ અધિકક્ષક સમીર શર્માએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ભૂતકાળમાં પણ શશીકાંત સોલંકી વિરુદ્ધ 307 સહિતના ગુના નોંધાયા છે. શશીકાંત સોલંકી પર અનેક વખત ધાક-ધમકી અને મારામારીની ફરિયાદો નોંધાઇ ચુકી છે.
દીવઃ દીવ જિલ્લા પંચાયત પ્રમુખ અને ભાજપના નેતા શશીકાંત સોલંકી સામે બળાત્કારની ફરિયાદ થતાં દીવ-દમણના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ફરિયાદ થતાં શશીકાંત સોલંકી ફરાર થઈ ગયો છે. ત્યારે પોલીસે બાતમી આપનારને 25 હજાર રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે. પીડિતા દલિત હોવાથી એટ્રોસિટીની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -