નવી દિલ્હીઃ ભારતીય ટીમ બે ટેસ્ટ મેચોની સીરીઝમાં બીજી મુંબઇ ટેસ્ટ જીતીને સીરીઝ પર કબજો જમાવ્યો છે. આ ટેસ્ટની જીત સાથે જ ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ પાસેથી નંબર વન ટેસ્ટ ટીમનો તાજ પણ આંચકી લીધો છે. જીત બાદ ખુશ થયેલી કેપ્ટન વિરાટ કોહલીએ દરિયાદિલી બતાવી છે, કેપ્ટન કોહલીએ જીત બાદ વાનખેડેના પીચ ક્યુરેટર અને ગ્રાઉન્ડસમેનને 35 હજાર રૂપિયાની આર્થિક મદદ કરી, આ તમામને સારી પીચ બનાવવાનુ ઇનામ આપવામાં આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યૂઝલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ કાનપુર ગ્રાઉન્ડમાં રમાઇ હતી, આ ટેસ્ટમાં પણ પીચ સારી ક્વૉલિટીની બનાવવામાં આવી હતી, આ મેચ ડ્રૉ ગઇ હતી, પરંતુ આ મેચ બાદ ટીમ ઇન્ડિયાના કૉચ રાહુલ દ્રવિડે પણ કાનપુર ટેસ્ટ મેચના પીચ ક્યુરેટર અને ગ્રાઉન્ડ્સમેનને સારી પીચ બનાવવા બદલ 35 હજાર રૂપિયાનુ ઇનામ આપ્યુ હતુ. હવે રાહુલ દ્રવિડના પગલે વિરાટ કોહલી પણ ચાલી રહ્યો છે. મુંબઈ ટેસ્ટમાં ઐતિહાસિક જીત બાદ કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ આ પરંપરાને આગળ વધારી છે. વાનખેડે ટેસ્ટ મેચમાં શાનદાર જીત નોંધાવ્યા બાદ ભારતીય ટીમે પીચ ક્યુરેટર અને ગ્રાઉન્ડસમેનને 35 હજાર રૂપિયાની આર્થિક મદદ કરી છે. મુંબઈ ટેસ્ટ પણ ચાર દિવસ સુધી ચાલી હતી.
ભારતે મેળવી રેકોર્ડ ટેસ્ટ જીત-
ટીમ ઈન્ડિયાએ મુંબઈ ટેસ્ટમાં સૌથી મોટી જીત હાંસલ કરીને ઇતિહાસ રચી દીધો છે. ન્યૂઝીલેન્ડને ભારતે 372 રને હરાવ્યું. આ જીત રનના હિસાબે ભારતની ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી જીત નોંધાઇ છે. આ ટેસ્ટમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ ભારતીય ઓપનર મયંક અગ્રવાલને આપવામાં આવ્યો હતો. મયંકે પ્રથમ ઇનિંગમાં 150 રન અને બીજી ઇનિગંમાં 62 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
સીરીઝ પર કબજો જમાવવામાં ભારતને સૌથી વધુ મદદ કરનારા રવિચંદ્રન અશ્વિનને મેન ઓફ ધ સીરીઝ પસંદ કરવામાં આવ્યો હતો. અશ્વિને આ સીરીઝમાં 14 વિકેટ ઝડપી અને 70 રન પણ બનાવ્યા હતા. કૉચ તરીકે રાહુલ દ્રવિડ અને કેપ્ટન તરીકે વિરાટ કોહલીની આ પ્રથમ ટેસ્ટ સીરીઝની જીત છે.
આ પણ વાંચો......
આ સોફ્ટવેર કંપની આપશે 12 હજાર નોકરી, જાણો ક્યાં કરવાની છે ભરતી
ઓમિક્રૉનનો મોટો ખતરોઃ વિદેશથી આવેલા 100થી વધુ લોકો મહારાષ્ટ્રમાંથી થયા ગાયબ, ફોન પણ કરી દીધા બંધ
Work From Home હેઠળ ઘરેથી કામ કરનારા કર્મચારીઓના હિતોની રક્ષા માટે ભારત સરકાર બનાવશે કાયદો