વિરાટ કોહલીએ ચિતરાવ્યું નવું ટેટુ, જાણો શાનું છે આ નવું ટેટુ?
નોંધનીય છે કે, વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા ટૂર શાનદાર રહી, ટેસ્ટ સીરીઝમાં ભલે હારનો સામનો કરવો પડ્યો પણ વનડે અને ટી-20માં સીરીઝ જીતીને તેને પોતાને બેસ્ટ કેપ્ટન સાબિત કર્યો છે. સીરીઝમાં તેને 4 સેન્ચૂરી અને શાનદાર પરફોર્મ કર્યું છે.
વિરાટના શરીર પર અલગ અલગ અનેક ટેટુ છે, જેમાં ડાબા હાથની હથેળીની બરાબર ઉપર મોનેસ્ટ્રીનું ટેટુ છે, જે શાંતિ અને ભક્તિનું પ્રતિક છે. આ ટેટુની ઠીક પાછળ કૈલાશ પર્વત અને માનસરોવર તળાવની સાથે ધ્યાનમગ્ન (મેડિટેટ કરતાં) ભગવાન શિવનું ટેટુ છે.
વિરાટના ડાબા હાથની ઉપર પણ ટેટુ છે, તેમાં પહેલું ટેટુ જાપાની સમુરાઇ યૌદ્ધાનું છે, અને તેના પાછળના ભાગે તેને પોતાના માતા-પિતાનું નામ હિન્દીમાં બનાવ્યું છે. ઉપરાંત તેને ટેસ્ટ અને વનડે કેપનો નંબર પણ હાથની પાછળની બાજુએ ચિતરાવ્યો છે.
શનિવારે વિરાટ ટેટૂ પાર્લરમાં જોવા મળ્યો, ત્યાં શરીર પર ટેટુ ચિતરાવતો હતો. ડાબા હાથના ખભા પર વિરાટે ગૉઇસ આઇ (આંખ)નું ટેટુ ચિતરાવ્યુ છે અને બરાબર તેની પાછળ ઓમ (ॐ) નું ટેટુ બનાવ્યું છે.
સાઉથ આફ્રિકામાં શાનદાર પરફોર્મ કર્યા બાદ તે સીધો મુંબઇ પહોંચ્યો, અને તેને શરીર પર એક વધુ ટેટૂ ચિતરાવ્યું હતું. આ સાથે વિરાટના શરીર પર કુલ નવ ટેટુ થઇ ચૂક્યા છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પોતાના અગ્રેશન અને શાનદાર બેટિંગના કારણે ઓળખાય છે. તે બિઝનેસ ક્રિકેટ વર્લ્ડમાં બેસ્ટ અલગ ઇમેજ સાથે ઉભરી આવ્યો છે, વિરાટ હંમેશા કોઇને કોઇ વાતને લઇને ચર્ચામાં રહે છે. હવે તે ટેટૂના કારણે ચર્ચામાં આવ્યો છે, તેને નવરાશના સમયે પોતાની બૉડી પર એક વધુ ટેટૂ ચિતરાવ્યું છે.