ગુજરાતના આ ખેલાડીએ સાઉથ આફ્રિકા સામે ટેસ્ટમાં કર્યું ડેબ્યૂ, જાણો કોણ છે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Jan 2018 02:27 PM (IST)
1
કેપટાઉનઃ ભારત સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં ગુજરાતના બોલર જસપ્રીત બુમરાહને તક આપવામાં આવી છે. જસપ્રીત બુમરાહની આજની મેચથી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
2
બુમરાહે વર્ષ 2017માં ટીમ ઇન્ડિયા માટે વન-ડે અને ટી-20માં સારુ પ્રદર્શન કર્યું છે. તેના શાનદાર ફોર્મને કારણે તેને ટેસ્ટ મેચમાં સ્થાન આપવામાં આવ્યું છે. કેપટાઉનમાં પ્રથમ કલાક ઝડપી બોલર માટે મદદરૂપ થાય તેવી સંભાવના છે.
3
મેચ અગાઉ કોચ રવિ શાસ્ત્રીએ બુમરાહને ટેસ્ટ કેપ આપવાની જાહેરાત કરી હતી. બાદમાં કેપ્ટન કોહલીએ બુમરાહને ટેસ્ટ કેપ આપી હતી. બીજી તરફ રવિન્દ્ર જાડેજા અને રહાણેનો સમાવેશ કરવામાં આવ્યો નથી.