વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ જતા અગાઉ ટીમના કેપ્ટન કોહલીએ કહ્યુ હતું કે, જો વર્તમાન કોચ રવિ શાસ્ત્રી પદ પર રહે છે તો તેની આખી ટીમને ખુશી થશે. કોહલીએ કહ્યુ હતું કે, ક્રિકેટ સલાહકાર સમિતિએ અત્યાર સુધી મારો કોઇ સંપર્ક કર્યો નથી. પરંતુ તે મારો વિચાર જાણવા માંગશે તો હું મારી વાત રજૂ કરીશ.
કોહલીએ કહ્યુ હતુ કે રવિ ભાઇ સાથે અમારો તાલમેલ સારો છે. અને જો તે કોચ તરીકે જળવાઇ રહેશે તો અમને ખુશી થશે. આગામી મહિનામાં સીઓએ દ્ધારા બનાવવામાં આવેલી નવી ક્રિકેટ સલાહકાર સમિતિના ટીમના મુખ્ય કોચની પસંદગી કરશે. આ સમિતિમાં કપિલ જેવ, અંશુમાન ગાયકવાડ અને ભારતીય મહિલા ટીમની પૂર્વ કેપ્ટન શાંથા રંગાસ્વામી છે.