સચિન-લારાને પાછળ પાડી વિરાટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બનાવ્યો આ ખાસ રેકોર્ડ, જાણો વિગતે
વિરાટ કોહલીએ હાલની ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેને છે. વિરાટ 9 ઇનિંગમાં 65.88ની એવરેજથી 593 રન બનાવી ચૂક્યો છે. તેને આ સીરીઝમાં બે સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરાટ કોહલીના નામે સૌથી ઝડપથી 15 હજાર, 16 હજાર અને 17 રન ઇન્ટરનેશનલ રન કરવાનો રેકોર્ડ નોંધાયેલો છે.
ઓવલ ટેસ્ટના બીજા દિવસે વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના 18 હજાર રન પુરા કર્યા. વિરાટ કોહલી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ કારનામું સૌથી ઝડપી કર્યુ છે. વિરાટે 382મી ઇનિંગમાં 18 હજાર રન પુરા કર્યા, જે સચિન-લારા કરતાં ઓછી ઇનિંગ છે. સચિને 412મી ઇનિંગમાં જ્યારે લારાએ 411મી ઇનિંગમાં 18 હજાર રન પુરા કર્યા હતા.
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડનમાં ચાલી રહેલી ટેસ્ટ સીરીઝમાં ભારતના બીજા બધા બેટ્સમેનો ભલે રન ના બનાવી શકતા હોય પણ કેપ્ટન વિરાટ કોહલીનું બેટ જબરદસ્ત રનોનો વરસાદ કરી રહ્યું છે. ઓવલ ટેસ્ટમાં વિરાટ 49 રને આઉટ થયો પણ તેની સાથે તેને એક ખાસ રેકોર્ડ પણ નોંધાવી દીધો. તેને સચિન- લારાને પણ રનોની બાબતમાં પાછળ પાડી દીધા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -