ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં 6 રન બનાવતાં જ કોહલીના નામે નોંધાઈ જશે આ રેકોર્ડ, જાણો વિગત
આ સિદ્ધિ મેળવી હતી. કોહલી અત્યાર સુધી 69 ટેસ્ટમાં 23 સદી અને 18 અડધી સદી ફટકરી ચુક્યો છે. જેમાં 6 બેવડી સદીનો પણ સમાવેશ થાય છે. ટેસ્ટ ક્રિકેટમાં કોહલીની સરેરાશ 54.49ની છે.
કોહલી અત્યાર સુધી ટેસ્ટ કરિયરમાં 5994 રન બનાવી ચુક્યો છે. હવે વધુ 6 રન બનાવતાં જ ટેસ્ટ ક્રિકેટમાં 6000 રન પૂરા કરી લેશે. પ્રથમ ટેસ્ટમાં જો રૂટે 40 રન બનાવવાની સાથે આ સિદ્ધિ મેળવી હતી.
લંડનઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઈંગ્લેન્ડ પ્રવાસ પર છે. હાલ ટીમ 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી પાછળ છે. નોટિંઘમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમે 200થી વધારે રનના અંતરથી જીત મળવી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ પ્રથમ ઈનિંગમાં 97 અને બીજી ઈનિંગમાં 103 રન બનાવ્યા હતા. સાઉથેમ્પટનમાં 30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી મેચમાં કોહલી 6 રન બનાવતાં જ એક રેકોર્ડ તેના નામે નોંધાવી દેશે.
કોહલીએ 20 જુન, 2011ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.