ક્રાઇસ્ટચર્ચઃ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટેસ્ટ સીરિઝમાં નિષ્ફળ રહ્યો હતો. કોહલી રવિવારે બે મેચની ટેસ્ટ સીરિઝના બીજા મુકાબલામાં ભારતની બીજી ઈનિંગમાં પણ રન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. તે 14 રન બનાવીને આઉટ થયો હતો. કોહલી સતત બીજી વિદેશી સીરિઝમાં રન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો.


બે ટેસ્ટ મેચની સીરિઝમાં કોહલી એક પણ અડધી સદી ફટકારી શક્યો નહોતો. સીરિઝમાં તેનો સર્વોચ્ચ સ્કોર 19 રન હતો. ટેસ્ટ સીરિઝમાં 4 ઈનિંગમાં માત્ર 38 રન જ બનાવ્યા હતા. કોહલીની આ સીરિઝમાં સરેરાશ 9.50ની રહી હતી. જે તેના કરિયરની ટેસ્ટમાં વિદેશમાં રમતી વખતે બે કે તેથી વધુ ટેસ્ટની સીરિઝમાં સૌથી ઓછી એવરેજ છે.

કોહલીના કરિયરનું સૌથી શરમજનક પ્રદર્શન

સામાન્ય રીતે વિરાટ કોહલી કોઈપણ સીરિઝમાં સદંતર ફ્લોપ રહેતો નથી. ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં તે ત્રણેય ફોર્મેટમાં રમ્યો પરંતુ એકપણ સદી ન ફટકારી શક્યો. કોહલીએ ત્રણેય સીરિઝમાં મળીને કુલ 218 રન બનાવ્યા, જે તેના કરિયરમાં ત્રણેય ફોર્મેટની સીરિઝમાં સૌથી ઓછો સ્કોર છે. વર્ષ 2014માં કોહલીએ ઈંગ્લેન્ડ સામે ત્રણેય ફોર્મેટમાં રમતી વખતે 254 રન બનાવ્યા હતા.

ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં કોહલીનું પ્રદર્શન

ટી-20 સીરિઝમાં કોહલીએ 105 રન બનાવ્યા હતા. જ્યારે વન ડે સીરિઝના ત્રણ મુકાબલામાં માત્ર 75 રન કરી શક્યો હતો. બે ટેસ્ટ મેચની સીરિઝમાં કોહલી માત્ર 38 રન બનાવી શક્યો હતો.

બ્રિટનના PM બોરિસ જોનસને  કરી સગાઈ, 24 વર્ષ નાની ગર્લફ્રેન્ડ બનવાની છે માતા

રાંધણ ગેસના બાટલાના ભાવમાં થયો ઘટાડો, નવો ભાવ આજથી જ થયો લાગુ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના કંગાળ ફોર્મમાં એક વાત છે સામાન્ય, જાણીને થશે આશ્ચર્ય

ભારતમાં થયેલા ભવ્ય સ્વાગતથી ડોનાલ્ડ ટ્રમ્પ થયા ગદગદિત, અમેરિકાની સભામાં PM મોદીને લઈ આ કહી મોટી વાત