બ્રાયન લારાએ ટી-20 વર્લ્ડ કપ વિશે વાત કરતા જણાવ્યું છે કે, તે બધી ICCટુર્નામેન્ટ જીતવામાં સક્ષમ છે. દરેક ટીમ ભારતને ટાર્ગેટ કરવા માંગશે. દરેક ટીમ જાણે છે કે, કોઇપણ સમયે એક ટીમને ભારત સામે મહત્વપૂર્ણ મેચ રમવાની છે, ભલે તે ક્વાર્ટર ફાઈનલ, સેમીફાઈનલ અથવા પછી ફાઈનલ હોય.
વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ ખેલાડી બ્રાયન લારાએ ટેસ્ટમાં પોતાના હાઈએસ્ટ 400 રનના રેકોર્ડના તોડવા પર કહ્યું મને વિશ્વાસ છે વિરાટ કોહલી, ડેવિડ વોર્નર અને રોહિત શર્મા એવા બેટ્સમેનોમાંથી છે જે આ રેકોર્ડ તોડી શકે છે.