'ક્રિસ ગેઈલ કરતાં કોહલી સામે બોલિંગ કરવી મુશ્કેલ', ક્યા સ્ટાર બોલરે આપ્યું આ નિવેદન ?
મુંબઇઃ ભારતના સ્ટાર સ્પિનરોમાં સામેલ કુલદીપ યાદવે વેસ્ટ ઇન્ડિઝના આક્રમક બેટ્સમેન ક્રિસ ગેઇલને લઇને ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. કુલદીપ યાદવે કહ્યું કે તેને ક્રિસ ગેઇલ સામે બોલિંગ કરવામાં જરાય પણ ડર લાગતો નથી પરંતુ વિરાટ કોહલી સામે બોલિંગ કરવી મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે ક્રિસ ગેઇલ પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે અને હાલમાં તે ઇન્ડિયન પ્રિમિયર લીગમાં પંજાબ કિગ્સ ઇલેવન તરફથી રમે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, આઇપીએલમાં પોતાના અત્યાર સુધીના પ્રદર્શનથી નાખુશ યાદવે કહ્યું કે, અંગત રીતે કહું તો હું મારા પ્રદર્શનથી ખુશ નથી. હું હજુ વધુ વિકેટ ઝડપવા માંગું છું. પરંતુ ઇજામાંથી પાછા ફરી સારુ પ્રદર્શન કરવું મુશ્કેલભર્યું હોય છે. મને આશા છે કે આગામી મેચમાં હું હજુ વધુ સારુ પ્રદર્શન કરીશ.
ક્રિસ ગેઇલ પર વાત કરતા યાદવે કહ્યું કે, એમાં કોઇ શંકા નથી કે ક્રિસ ગેઇલ સામે બોલિંગ કરવી કોઇ પણ બોલર માટે સરળ નથી પરંતુ મને તેની સામે બોલિંગ કરવામાં ડર લાગતો નથી. આઇપીએલમાં છેલ્લી આઠ મેચમાં સાત વિકેટ ઝડપનાર કુલદીપ કેકેઆર તરફથી સૌથી વિકેટ ઝડપનારા ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમે છે.
તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં ચાઇનામેન બોલર યાદવે કહ્યું કે, મારા મતે વિરાટ કોહલી કોઇ પણ બોલર માટે કાળ છે કારણ કે તે તમામ બોલ પર રન બનાવવાનો પ્રયત્ન કરતો રહે છે. મને વિરાટ કોહલી સામે બોલિંગ કરવામાં મુશ્કેલી પડે છે. કારણ કે એ તમામ બોલ પર બાઉન્ડરી ફટકારવાના પ્રયાસમાં રહેતો હોય છે. તે બોલર પર દબાણ બનાવવામા સફળ રહે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -