ભારતના સ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલીને ટી20ના ટોપ-10માં પણ ન મળ્યું સ્થાન, કારણ જાણીને ચોંકી જશો
આઈસીસીની હાલની રેન્કિંગમાં કોહલીનું નામ ટેસ્ટમાં બીજા ક્રમાંકે, તો ટી20માં ત્રીજા ક્રમાંક પર છે. જોકે ફિફાના આ લિસ્ટમાં કોહલી અન્ય દિગ્ગજોથી ઘણો પાછળ છે. તેમાં ક્રિસ ગેઈલ, એબી ડી વિલિયર્સ, ડેવિડ વોર્નર, શાહિદ આફ્રિદી, ક્રિસ મોરિસ, શોએબ મલિક, શેન વોટસન અને ગ્લેન મેક્સવેલ જેવા દિગ્ગજ ખેલાડીઓ શામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને સ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલીના વિશ્વમાં અનેક પ્રશંસકો છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં વિરાટ જે રીતે સતત મોટા સ્કોર કરે છે તેને જોતા એવું લાગે છે કે તે ક્રિકેટના બધા રેકોર્ટ પોતાના નામે કરી લેશે. જોકે ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ એસોશિએન (ફિકા) તરફથી જારી કવામાં આવેલ ટી20 પ્લેયર પરફોર્મન્સ ઇન્ડેક્સમાં વિરાટ કોહલીને ટોપ-10માં સ્થાન નથી મળ્યું. ફિકા તરફતી જારી કરવામાં આવેલ ટી20 પ્લેયર્સ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ઓસ્ટ્રેલિયાના સ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલ (786 પોઈન્ટ) સાથે પ્રથમ સ્થાન પર છે.
પહેલીવાર ટી20 પ્લેયર પરફોર્મેન્સ ઈન્ડેક્સ રજૂ કરનારી ફિફાએ ટોપ 10 ક્રિકેટર્સમાં વિરાટ કોહલીનું નામ શામેલ કર્યું નથી. હકીકતમાં, અહીંયા ખેલાડીઓને સિલેક્ટ કરવાની રીત થોડી અલગ છે. 18 મહીના સુધી મહેનત બાદ ફિફાએ આ ઈન્ડેક્સ તૈયાર કરવામાં સફળતા મળી છે. આ દરમિયાન બેટ્સમેનની સ્ટ્રાઈક રેટ, બેટિંગની એવરેજ, ટીમ દ્વારા બનાવાયેલા રનોમાં તેનું યોગદાન વગેરે જોવામાં આવે છે.
આ લિસ્ટમાં 786 પોઈન્ટ હાંસેલ કરીને ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ખેલાડી ગ્લેન મેક્સવેલ સૌથી ઉપર છે. તો 679 પોઈન્સ સાથે કોહલીનું નામ 13માં ક્રમાંક પર છે. દુનિયાના સૌથી સર્વશ્રેષ્ઠ મનાતા વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ વન-ડે સિરીઝમાં કરેલું પ્રદર્શન હજુ સુધી ટી20માં કરવામાં નિષ્ફળ રહ્યો છે. એવામાં સીરિઝની ત્રીજી ટી20 મેચમાં તે ફરીથી મોટી ઈનિંગ રમવા પર ધ્યાન આપશે. કોહલી પાસે ત્રીજી ટી20 મેચમાં ટી20 કરિયરના 2000 રન પૂરા કરવાની તક હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -