પત્રકારોના ક્યા સવાલ પર વિરાટ કોહલી ભડકી ગયો ? પોતાના 150 રનને કેમ ગણાવ્યા નકામા ?

કેપ્ટન કોહલીએ કહ્યું કે, ‘અમે સારી ભાગીદારી કરવા અને લીડ બનાવવામાં નિષ્ફળ રહ્યાં, અમે હાર માટે જાતે જ જવાબદાર છીએ. બૉલરોએ પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી પણ બેટ્સમેનોના કારણે ટીમને હારનુ મો જોવું પડ્યું.'
ત્યારબાદ કોહલીને અલગ અલગ ટીમ રમાડવા સામે પણ પ્રશ્ન કર્યો હતો, ત્યારે પુછવામાં આવ્યું હતું કે શું વધારે પડતો ફેરફાર ટીમની હારનું કારણ છે. આ અંગે કોહલીએ કહ્યું ‘‘અમે 34માંથી કેટલી ટેસ્ટ મેચ જીત્યા છીએ? અમે કેટલી મેચ જીતી છે? 21 જીત્યા છીએ (અસલમાં 20). બે (અસલમાં પાંચ) હાર્યા છીએ. કેટલી ડ્રૉ રહી? शुं આ મહત્વ રાખે છે? અમે જ્યાં પણ રમીએ છીએ ત્યાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની કોશિશ કરીએ છીએ. હું અહીં તમારા પ્રશ્નોના જવાબો આપવા આવ્યો છું તમારી સાથે ચર્ચા કરવા નથી આવ્યો.'
કોહલીએ કહ્યું, ‘અમે કોશિશ કરી પણ અમે કંઇજ ના કરી શક્યા. ‘જ્યારે અમે સીરીઝ ગુમાવી ચૂક્યા છીએ ત્યારે મારા માટે મારા 150 રન કંઇ મહત્વના નથી રહેતા., જો અમે અમે જીતી ગયા હોય તો 30 રન પણ ખુબ મહત્વના સાબિત થયા હોય. એક ટીમની રીતે સમૂહમાં જીત મેળવવાની હોય છે.'
હારથી ગુસ્સે ભરાયેલા કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેસ કૉન્ફરન્સમાં પોતાના પિત્તો ગુમાવી દીધો હતો. સેન્ચૂરિયન ટેસ્ટમાં તેમની મનગમતી પ્લેઇંગ ઇલેવન રમાડવાના પ્રશ્ન પર કેપ્ટન કોહલીએ પત્રકારોને કહ્યું, 'તમે મને બતાવો કે પ્લેઇંગ ઇલેવન શું હોય છે, અમે તેની સાથે રમવા તૈયાર છીએ. કોહલીએ એ પણ કહ્યું કે પરિણામના આધારે પ્લેઇંગ ઇલેવન નથી સિલેક્ટ કરતાં.
નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સેન્ચૂરિયનમાં હાર બાદ પોતાના ગુસ્સો પત્રકારો ઉપર ઠાલવ્યો હતો. કહ્યું કે બેટ્સમેનોની નિષ્ફળતાના કારણે અમારી ટીમને દક્ષિણ આફ્રિકા સામે સીરીઝ ગૂમાવવી પડી છે. ભારતને બીજી ટેસ્ટ ક્રિકેટ મેચના પાંચમા દિવસે 135 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ત્રણેય મેચોની સીરીઝ 0-2 થી ગૂમાવી દીધી છે. ભારતે કેપટાઉનમાં પહેલી મેચ 72 રનથી હાર્યુ હતું.