પૂજારાએ બનાવ્યો શરમજનક રેકોર્ડ, ભારતીય ટેસ્ટ મેચ ઈતિહાસની પ્રથમ ઘટના
સાઉથ આફ્રિકા માટે ડેબ્યૂ કરનારા લૂંગી નગિડીએ બીજી ઈનિંગમાં છ વિકેટ લીધી. મેચમાં તેણે કુલ સાત વિકેટ ઝડપી હતી. આ બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી ટેસ્ટ મેચ હારવાની સાથે જ ટીમ ઈન્ડિયાની સતત 10 શ્રેણી જીતવાના અભિયાન પર બ્રેક વાગી ગઈ.
સેંચુરિયનઃ સાઉથ આફ્રિકા સામે સેંચુરિયનમાં રમાયેલી શ્રેણીની બીજી મેચમાં ભારતનો 135 રને પરાજય થવાની સાથે ટીમ ઈન્ડિયા એક રેકોર્ડ બનાવવાથી દૂર રહી ગઈ છે. આ ઉપરાંત ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના આધાર સ્તંભ ગણાતા સૌરાષ્ટ્રનો બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ પણ ભારતીય ટેસ્ટ મેચ ઇતિહાસનો વિશેષ રેકોર્ડ બનાવ્યો છે.
પૂજારા 94 ટેસ્ટ ઇનિંગ્સમાં છ વખત રનઆઉટ થયો છે. તેની સાથે રમી રહેલા અન્ય ખેલાડીઓ ઉપર પણ રનઆઉટનો ખતરો રહે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં લોકેશ રાહુલ તથા 2016ના ઓક્ટોબરમાં મુરલી વિજય પણ તેના ખોટા કોલિંગના કારણે રનઆઉટ થયા હતા.
સેંચુરિયન ટેસ્ટના પાંચમાં અને અંતિમ દિવસે બીજી ઈનિંગમાં પૂજારા રન આઉટ થયો. મેચની પ્રથમ ઇનિંગમાં પણ રન આઉટ થયો હતો. આમ એક ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં રન આઉટ થનારો તે પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં બંને ઇનિંગમાં બેટ્સમેન રન આઉટ થયો હોય તેવું 23 વખત બન્યું છે.
ટેસ્ટ મેચમાં કોઈ બેટ્સમેન બંને ઈનિંગમાં રનઆઉટ થયો તેવી 18 વર્ષ બાદ પ્રથમ ઘટના બની. વર્ષ 2000માં ન્યૂઝીલેન્ડનો સ્ટીફન ફ્લેમિંગ ઝિમ્બાબ્વે સામે બંને ઇનિંગમાં રનઆઉટ થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -