કોહલીએ પ્રથમ ટેસ્ટ મેચ 318 રને જીત્યા બાદ ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ ટેસ્ટ મેચ જીતવાના ધોનીના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. ધોની અને કોહલી બંને ભારતીય કેપ્ટન તરીકે અત્યાર સુધીમાં 27-27 મેચ જીતી ચુક્યા છે.
ધોનીની કેપ્ટન તરીકે જીતની ટકાવારી 45 ટકા રહી છે. તેમાં તેની કેપ્ટન્સીમાં ભારતે 27 મેચ જીત્યા છે, 18 હારી છે અને 15 ડ્રો રહ્યા છે. બીજી બાજુ વિરાટ કોહલીની જીતની ટકાવારી 55.3ની છે. કોહલીની કેપ્ટન્સીમાં ભારતે અત્યાર સુધીમા 47 ટેસ્ટ મેચ રમી છે. જેમાં 27મા જીત મેળવી છે, 10 હાર અને તેટલી જ ડ્રો રહી છે.
ધોનીના 2014માં ટેસ્ટમાંથી સંન્યાસ લીધા બાદ કોહલી ટેસ્ટ ટીમનો કેપ્ટન છે. કોહલીની કેપ્ટન્સીમાં ભારતે ગત વર્ષે ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર ટેસ્ટ સીરીઝ 2-1થી જીતી હતી.