ઈંગ્લેન્ડ સામે શરમજનક હાર પછી વિરાટ કોહલીએ ક્રિકેટ ચાહકોને કરી શું ઈમોશનલ અપીલ?
ટીમ ઇન્ડિયાના પૂર્વ વિસોફ્ટક ઓપર વીરેન્દ્ર સેહવાગે પણ ટ્વીટ કરીને ટીમ ઇન્ડિયાના પ્રદર્શન પર નિરાશા વ્યક્ત કરી છે. સેહવાગે લખ્યું કે, ભારતનું ખરાબ પ્રદર્શન. અમે ટીમની સાથે છીએ, પરંતુ સંઘર્ષ વગર હારવું એ નિરાશાજનક છે. આશા રાખીએ છીએ કે ટીમ આ સ્થિતિમાં વાપસી કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફેન્સની નારાજગીને ધ્યાનમાં રાખતા વિરાટ કોહલીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં કોહલીએ લખ્યું છે, ક્યારેક આપણે જીતએ છીએ અને ક્યારેક શીખીએ છીએ. તમે ક્યારેય અમારો સાથ નથી છોડ્યો અને વચન આપું છું કે, અમે પણ નહીં છોડીએ. રમતમાં હાર-જીત ચાલતી રહે છે.
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ લોર્ડ્સ ટેસ્ટ મેચમાં હાર બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાના ફેન્સ માટે એક ઇમોશનલ અપીલ કરી છે. લોર્ડ્સ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાને ઈનિંગ અને 159 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. લોર્ડ્સમાં જીત સાથે જ ઇંગ્લેન્ડ સીરીઝમાં 2-0થી આગળ છે. ભરે ભારત આ સીરીઝમાં પાછળ રહી ગઈ હોય પરંતુ કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના ફેન્સ માટે ઇમોશનલ અપીલ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -